લાયોનેસ ક્લબ ઓફ ભુજનો તાજેતરમાં ૩૬મો શપથવિધિ સમારોહ યોજાયો
ભુજ - કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજનો તાજેતરમાં ૩૬મો શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ધ્વજવંદના અને રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અતિથિ વિશેષ અને હોદેદારો દ્રારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રિજીયન ચેરપર્સન કમલબેન જોશી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ રીટા મહેતા, ઉપપ્રમુખ ભાવના ઝવેરી, મંત્રી હર્ષા મહેતા, સહમંત્રી નૂતન મહેતા, ખજાનચી બેલા શાહ, સહખજાનચી જિજ્ઞાસા ઠક્કર, એડવાઈઝર તેજલ શાહ અને સાત કારોબારી ટીમનો સમાવેશ થાય છે.
અતિથિ વિશેષ કમલબેન જોશીનું પ્રમુખ જયશ્રીબેન અને રીટાબેન દ્વારા પુષ્પગુચ્છ, પ્રતિક ભેટ, શાલ, પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. જયશ્રીબેન શાહે તેમના વર્ષમાં જે સભ્યોએ પ્રોજેક્ટ આપેલ તે બધાનું પ્રતિક ભેટ- પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. પૂર્વ પ્રમુખો અને રપ વર્ષ પૂરા કરનાર સભ્યોને શાલ પુષ્પગુચ્છથી સન્માનિત કરી તેમની સેવાને બિરદાવી હતી. પ્રમુખ રીટાબેને તેમના વક્તવ્યમાં સેવાકીય પ્રોજેક્ટનો વ્યાપ વધારીને સમાજ ઉપયોગી કાર્ય કરવા એવો નિર્ધાર કરેલ છે. તેને અનુલક્ષીને ૩૬મું ઇન્સ્ટોલેશન અને જરૂરિયાતમંદ પરિવારને ૩૬ રાશનકીટનું વિતરણ કરાયું હતું, જેમાં રસોઈ માટેની તમામ વસ્તુઓ ઘઉં, ચોખા, દાળ, લોટ, કઠોળ, ઘી, તેલ, મસાલા સાથે અન્ય સામગ્રીની કોટ તૈયાર કરીને ક્લબના સભ્યોના અનુદાનથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. નિબંધ સ્પર્ધા, ધાર્મિક પ્રોજેક્ટ, વિદ્યાર્થીઓને લગતા પ્રોજેક્ટ અને ભાવના ઝવેરી દ્વારા યોગનાં સેમીનાર કરવામાં આવશે. સંચાલન ભાવના ઝવેરીએ કર્યું હતું. પ્રાર્થના શીતલ ગોસ્વામી દ્વારા, સ્ટેજની વ્યવસ્થામાં મીનાબેન, લતાબેન, ઉષાબેન, નયનાબેન તથા વેલકમ કમિટીમાં દક્ષાબેન, નિશાબેન, રશ્મિબેન, પ્રીતિબેન, શીનાબેન રહ્યા હતા. આભારવિધિ હર્ષા શાહે કરી હતી.
----

Comments