Trending News
સ્થાનિક સમાચાર

બહુચરાજી માતાજીના ભક્તો માટે મોટી ખુશખબર ટ્રેન શરૂ થવાના સંકેત 

11 July


કટોસણ રોડ - બહુચરાજી - રણુજ રેલખંડ પર ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ : અંતિમ સંરક્ષા મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં મુસાફર ટ્રેન સેવા શરૂ
 

અમદાવાદ (એજન્સી દ્વારા) : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ- બહુચરાજી- રણુજ (૬૩ કિલોમીટર) બ્રોડગેજ રેલખંડનું રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) દ્વારા સફળતાપૂર્વક સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું. રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓના પ્રારંભ તરફનું એક મહત્વપૂર્ણ અને અંતિમ તકનીકી પગલું છે. નિરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા આયુક્તે મોટર ટ્રોલી દ્વારા સમગ્ર રેલખંડનું વિગતવાર નિરીક્ષણ કર્યું. ૧૧ જુલાઈ રેલખંડ પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવી, જેમાં રેલખંડ પર સુરક્ષિત મહત્તમ ગતિની પણ ચકાસણી કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, પુલો, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ, ઇન્ટરલોકિંગ, ટ્રેક ફિટિંગ્સ, બેલાસ્ટ, તેમજ અન્ય તમામ સંરક્ષા ધોરણોની વિગતવાર તપાસ કરવામાં આવી. અંતિમ સંરક્ષા મંજૂરી મળ્યા બાદ આ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓનું સંચાલન શરૂ કરવામાં આવશે. નિરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ). શ્રીનિવાસ, અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી-રાઇડ)ના ડિરેક્ટર શ્રી રાજકુમાર, જી-રાઇડના જનરલ મેનેજર (સિવિલ) શિવેન્દ્રકુમાર, મુખ્ય ટ્રેક એન્જિનિયર, મુખ્ય પરિચાલન પ્રબંધક સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
-------

Comments

COMMENT / REPLY FROM