સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી કોમી એકતા ડહોળવાનો પ્રયાસ
અંજાર પોલીસની કાર્યવાહી
અંજાર - કચ્છઉદય : ફેસબુક આઈડી પરથી સમાજમાં વૈમનસ્ય અને દુશ્મનાવટ ફેલાય તેવી આપત્તિજનક પોસ્ટ મૂકનાર શખ્સ સામે અંજાર પોલીસે કાયદાનો સિંકજો કસ્યો છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચીંધરીની ફરિયાદ મુજબ, અંજારના મેઘપર બોરીચી વિસ્તારના હેમલાઇ ફળિયામાં રહેતા અબ્દુલકરીમ ઇબ્રાહીમ બાફણ નામના શખ્સે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટનો હેતુ કોમી એકતા ભંગ કરવાનો, જાહેર સુલેહ-શાંતિ ખોરવવાનો અને સરકાર વિરુદ્ધ દ્વેષભાવ પેદા કરી લોકો ગેરમાર્ગે દોરવાનો હતો. અંજાર પોલીસે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે આ શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૭(૧)(સી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
.............

Comments