Trending News
ક્રાઈમ

 રાપરના સલારી ગામમાંથી સગીરાનું અપહરણ

11 July


 : હરિયાણાના શખ્સ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

રાપર - કચ્છઉદય : રાપર તાલુકાના સલારી ગામેથી ૧૭ વર્ષ અને ૧૦ માસની એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સલારી ગામના રહીશ મનજીભાઈ કોલીએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની સગીર વયની દીકરી નીતા (નામ બદલેલ છે) ને હરિયાણાના સિરસા જિલ્લાના એલનાબાદ ગામનો રહેવાસી સુનિલ સતવીર નામનો શખ્સ લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો છે. પરિવારજનોએ બે દિવસ સુધી પોતાની રીતે શોધખોળ કરી હતી, પરંતુ સગીરા ન મળી આવતા આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. રાપર પોલીસે આરોપી સુનિલ સામે મ્દ્ગજી કલમ ૧૩૭(૨), ૮૭ અને પોક્સો (ર્‌ઁંઝ્રર્જીં) એક્ટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધી સગીરા તેમજ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM