અંજાર આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની સિરિઝનું રી-ઓક્શન કરાશે
અંજાર - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ફોર વ્હીલર એલએમવી કાર, થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૭/૭ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯/૭ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૯/૭ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તારીખ ૨૧/૭ના સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના રૂ.૧૫૦૦૦ રહેશે. જ્યારે અન્ય નંબરમાં ૮૦૦૦ ફી રહેશે.
-----------

Comments