ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
રાપર - કચ્છઉદય : કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે, જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે ફરમાવાયું છે કે, તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહી. જયારે વૈકલ્પિક માર્ગ તરીકે રાપર - કલ્યાણપર - સેલારી - ફતેહગઢ - મૌવાણા - બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.
------

Comments