લાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
માંડવી - કચ્છઉદય : રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી - નલિયા - નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે - અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે, જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટી પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવાયું છે કે, તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી - નલિયા - નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે - અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહી. જયારે વૈકલ્પિક માર્ગ તરીકે લાયજા મોટા ચોકડી - બાડા - બાયઠ - દેઢિયા રસ્તા પરથી ભારે - અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. કોઠારાથી માંડવી વાયા મોથાળા-ગઢશીશા રસ્તા પરથી ભારે - અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો રહેશે.
---------

Comments