ચોમાસાની ઋતુ દરમિયાન નદી, નાળા, નહેર અને ચેકડેમ ખાતે નહાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ પર પ્રતિબંધ
ભુજ - કચ્છઉદય : રાજ્યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીના ધોધમાં ન્હાવા જવાથી ઘણા લોકોના તણાઈ - ડૂબી જવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે જે અંગે સરકારથીના ગૃહ વિભાગ દ્વારા આવા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ - પ્રવાસીઓ ન્હાવા માટે ન જાય તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા સુચના આપવામાં આવેલ છે તે ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા જાહેરનામું જારી કરાયું છે, જે અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા, નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળી વિસ્તાર, જગ્યાથી કોઝ-વે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ - પ્રવાસીઓએ નહાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવું નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી. સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમામાની ઋતુ દરમિયાન ઊંચા મોજા ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ - પ્રવાસીઓએ નાહવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવું નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી. સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલ તમામ કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહીં. ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ - કેમેરામાં ફોટા - સેલ્ફી લેવા નહીં. આ જાહેરનામું તા.૫/૯ સુધી અમલમાં રહેશે.
----------

Comments