Trending News
સ્થાનિક સમાચાર

રંગવાલા ઉર્ફે તોરલ ગાર્ડનનો આખરે ભુજ નગરપાલિકાએ કબ્જો લીધો

10 July



ભુજ - કચ્છઉદય : છેલ્લા ૩ વર્ષથી ચાલતી પ્રક્રિયા બાદ મુન્દ્રા રિલોકેશન સાઈટ પર આવેલ તોરલ ગાર્ડન કે જે ખરેખર દાતા પરિવારના નામે છે તે પ્રેમલતા કાકુભાઈ રંગવાલા ગાર્ડનનું નામાભિધાન ર૦૦૬માં ભાડાએ સંયુક્ત રીતે રોટરી તોરલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રહીને કર્યું હતું ત્યારથી જ મુખ્ય ગેટ પર એજ નામની તકતી લાગી હતી. કોઈ રોટેરીયન દ્વારા કે અન્ય રીતે રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના કારણે તોરલ ગાર્ડ નામ પ્રચલિત થયેલ છે. જે હવે ભાડાએ સાઈટના લોકોએ રદ્દ કરવું જોઈએ. ભુજ નગરપાલિકાએ કબજો સંભાળ્યો છે તો હવે ‘રંગવાલા’ ગાર્ડન તરીકે જ ખ્યાતિ પામે. દાતા પરિવારના ફળે એ ઈચ્છવા યોગ્ય છે. તા.ર-૭-ર૬ના નગરપાલિકાએ કબ્જો સંભાળ્યો છે, પરંતુ હજુ પણ લાંબી પ્રક્રિયા બાકી છે. પ્લાન એસ્ટીમેટ, કારોબારીની મંજુરી, ગ્રાન્ટ ફાળવણી, જનરલ બોર્ડની બહાલી, ટેકનિકલ સેક્શન, ગાંધીનગરથી નાણાંકીય મંજૂરી, છેવટે તમામ મંજૂરીઓ સાથે આયોજન મંડળ નગરપાલિકાને દસ્તાવેજો સોંપશે. ત્યારબાદ ફરી ટેન્ડરીંગ થશે અને નગરપાલિકાની આખરી મંજૂરી પૂરી થયા બાદ ગ્રાઉન્ડ લેવલે કમાકાજ શરૂ થશે. દોઢેક વર્ષ લાગશે જ. વચ્ચે વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા નડશે. નવી ટીમની મજબૂત ઈચ્છાશક્તિ હશે તો ઝડપથી આ કાર્યવાહી પાર પડશે તેવું અહીંના લોકો ઈચ્છી રહ્યા છે.
-----------

Comments

COMMENT / REPLY FROM