Trending News
સ્થાનિક સમાચાર

 પાકિસ્તાન કચ્છથી ૨૭૫ કિ.મી દૂર શેલ ગેસ ડ્રિલિંગ શરૂ કરશે : કચ્છ સરહદ પર સુરક્ષા ચિંતા વધી

10 July

 


કરાચીઃ પાકિસ્તાન મોંઘી LNG આયાત ઘટાડવા માટે મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે.  દેશની સરકારી કંપની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ એટલે કે OGDCL સપ્ટેમ્બરના મધ્યમાં દક્ષિણ સિંધના કુન્નાર વિસ્તારમાં પોતાના પ્રથમ શેલ ગેસ પાઇલટ કૂવામાં આડી ડ્રિલિંગ શરૂ કરશે.OGDCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ખાલિદ અમીન ખાને જણાવ્યું કે કુન્નાર અનકન્વેન્શનલ-૧ એટલે કે દ્ભેંઝ્ર-૧ કૂવામાં અત્યાર સુધી ઊભી ડ્રિલિંગ કરવામાં આવી છે અને હવે તેમાં આડી ડ્રિલિંગ સાથે હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગની કસોટી કરવામાં આવશે. આ તકનીકથી ભૂગર્ભમાં ફસાયેલા શેલ ગેસને વ્યાપારી ધોરણે કાઢી શકાય છે કે કેમ તેની ચકાસણી થશે. આ જ પદ્ધતિએ અમેરિકામાં ઉર્જા ક્રાંતિ આણી હતી.પાકિસ્તાન હાલ પરંપરાગત ગેસના ઉત્પાદનમાં ઘટાડો અને વધતી જતી માંગ વચ્ચે ફસાયેલું છે. જેના કારણે દેશને વીજળી અને ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં મોંઘો લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG આયાત કરવો પડે છે. સરકારને આશા છે કે સ્થાનિક શેલ ગેસનો વિકાસ થવાથી આયાતનું બિલ ઘટશે અને વિદેશી હૂંડિયામણ પણ બચશે.OGDCL અંદાજ મુજબ સિંધુ બેસિનના નીચલા, મધ્ય અને ઉપરના સ્તરોમાં લગભગ ૧૩૫ ટ્રિલિયન ક્યુબિક ફૂટ શેલ ગેસનો જથ્થો હોવાની શક્યતા છે. કંપનીએ સાંઘારમાં ૭૪ TCF અને હૈદરાબાદમાં ૭.૫ TCF ગેસ ઓળખ્યો છે. આંકડો ભૂગર્ભમાં રહેલા કુલ ગેસનો છે, જેમાંથી કેટલો ગેસ ખરેખર કાઢી શકાશે તે ડ્રિલિંગના પરિણામો પર નિર્ભર રહેશે.અધિકારીઓના કહેવા મુજબ KUC-૧માં આડું ડ્રિલિંગ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ આગામી પાંચ વર્ષમાં વધુ ૨૩ ઊભા કૂવા ખોદીને તેનું આડું વિસ્તરણ અને ફ્રેકિંગ કરવાની યોજના છે. જો પાઇલટ પ્રોજેક્ટ સફળ રહે તો પાંચ વર્ષની અંદર વ્યાપારી ઉત્પાદન શરૂ થઈ શકે છે.OGDCL મેનેજર રહેમત અલીના મતે પૂરતા કૂવા ખોદાયા બાદ દેશ દરરોજ ૯૦ કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ સુધી શેલ ગેસનું ઉત્પાદન કરી શકે છે.ભૌગોલિક રીતે કુન્નાર વિસ્તાર ભારતની કચ્છ સરહદથી હવાઈ અંતરે આશરે ૨૭૫ કિ.મી દૂર આવેલો છે. લખપત, કચ્છ જે ભારત-પાકિસ્તાન સરહદનું છેલ્લું ગામ છે ત્યાંથી સીધી દિશામાં આ વિસ્તાર ૨૫૦ થી ૩૦૦ કિ.મી ની રેન્જમાં આવે છે.કુન્નાર કચ્છના ગ્રેટ રણ અને સરહદી પટ્ટાની નજીક હોવાના કારણે સુરક્ષા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. ભારે ડ્રિલિંગ, ફ્રેકિંગ અને તેને લગતી નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કામદારોની અવરજવર વધવાથી સરહદી દેખરેખમાં મુશ્કેલી આવી શકે છે. કચ્છનું રણ પહેલેથી જ ઘૂસણખોરી માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ઉપરાંત હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગથી ભૂગર્ભમાં દબાણ બદલાતું હોવાથી ભૂકંપ પ્રવણ કચ્છ વિસ્તાર પર તેની અસરની પણ ચર્ચા થઈ રહી છે.હાલ સરકારી સ્તરે આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સરહદી સુરક્ષા એજન્સીઓ આગામી મહિનાઓમાં આ વિસ્તારની સ્થિતિ પર નજર રાખશે.

Comments

COMMENT / REPLY FROM