Trending News
સ્થાનિક સમાચાર

ભાવનગર, રાજકોટ અને ગાંધીધામમાં યંત્ર આધારિત  સૌથી મોટા હાઈટેક જુગાર ષડયંત્રનો ભાંડાફોડ થશે 

10 July

ગુજરાત વ્યાપી મોટું ભોપાળું ખૂલવાની વકી ?





ગાંધીધામના હાઈટેક જુગાર ક્લબમાં જીસ્ઝ્રના દરોડા બાદ નવા ઘટસ્ફોટ : ભાવનગર-સૌરાષ્ટ્ર બાદ ગાંધીધામ-કચ્છ સુધી એસએમસીના દરોડાનો લંબાયો હતો તપાસ રેલો : ગાંધીધામમાં રહેણાંક મકાનમાં યંત્ર હાઈટેક જુગાર રમાડતા શખ્સને એસએમસી ઉઠાવી ગયાની ચર્ચા : તેના કબ્જે કરેલા મોબાઈલમાથી ઘણા ખુલાસાઓ થવાની આશંકા



આજે કે આવતીકાલે નોંધાશે ગુનોઃ મોટા ખુલાસાની વિપુલ શક્યતાઓ



ગાંધીધામ : કચ્છના ગાંધીધામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ગાંધીધામના સપનાનગરમાં આવેલા એક હાઈટેક જુગાર ધામ પર એસએમસીની ટીમે તવાઈ બોલાવી હતી. આ દરોડા બાદ જે પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે તે જોતાં ભાવનગર, રાજકોટ અને ગાંધીધામ સુધી ફેલાયેલા યંત્ર આધારિત સૌથી મોટા હાઈટેક જુગાર ષડયંત્રનો ભાંડાફોશ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, યંત્ર આધારિત આ હાઈટેક જુગારનું નેટવર્ક સૌપ્રથમ ભાવનગર અને રાજકોટમાં પકડાયું હતું. આ બંને શહેરોમાં તપાસ દરમિયાન ખુલેલી કડીઓને આધારે એસએમસીની ટીમે ગાંધીધામ સુધી તપાસનો રેલો લંબાવ્યો હતો. સપનાનગરમાં ચાલતી આ હાઈટેક જુગાર ક્લબ આધુનિક મશીનો અને યંત્રો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરના મુખ્ય સૂત્રધારની અટકાયતની પણ ચર્ચા થવા પામી રહી છે. આ મામલે સ્થાનિક સ્તરે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે, મૂળ ભાવનગરના એક શખ્સ, જે ગાંધીધામમાં આવા જુગારના હાટડાઓ ચલાવતો હતો, તેને એસએમસીની ટીમે ઉઠાવી લીધો છે. પોલીસે સંડોવાયેલા શખ્સોના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ મોબાઈલ ડેટાના આધારે જુગારના આ આંતર-જિલ્લા નેટવર્કના અનેક મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે. આ કોઈ સામાન્ય જુગારધામ નથી, પરંતુ ટેકનોલોજીના સહારે ચાલતું આખા ગુજરાતનું ખૂબ મોટું રેકેટ છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં જ આમાં કરોડોના ટર્નઓવર અને અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે છે.હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આજે અથવા આવતીકાલ સુધીમાં એસએમસી કાર્યાલય મધ્યે આ બાબતે વિધિવત ફરિયાદ નોંધાયા બાદ સત્તાવાર રીતે વધુ નવા ખુલાસાઓ કરવામાં આવશે. આ હાઈટેક જુગાર ષડયંત્ર પાછળ મુખ્ય સૂત્રધારો કોણ છે અને ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થતો હતો, તેની ચોંકાવનારી વિગતો ટૂંક સમયમાં જ જાહેર થવાની વકી છે.

Comments

COMMENT / REPLY FROM