નબળુ કામ કરાનાર એજન્સી નવુ કામ ન આપવાનો નિર્ણય
નખત્રાણા નગરપાલિકા કારોબારી બેઠકમાં વિવિધ વિકાસકામો અંગે ચર્ચા કરાઈ
નખત્રાણા - કચ્છઉદય : નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન ચંદનસિંહ રાઠોડના પ્રમુખસ્થાને મળી હતી, જેમાં વિકાસના વિવિધ મુદાની ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી. ચીફ ઓફિસર ભાવિન કંધાનીએ સૌને આવકારીને કારોબારીનો એજન્ડા મુક્યો હતો. બેઠકમાં કારોબારી સદસ્યો ભાવિન ઠક્કર, ખુશ્બૂ સોની, હિરેન ભટ્ટ, અમીત ગોસ્વામી, હંસાબેન રૈયાણી, જયેશ પટેલ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. ચંદનસિંહ રાઠોડ દ્વારા નખત્રાણા પ્રવેશ થતા જ આઈ લવ નખત્રાણાનો મોટો લોગોવાળું નગરપલીકાનું આવકારતા બોર્ડ માટે બજેટ અને જગ્યાની ફાળવણીની ચર્ચા કરી હતી. વિવિધ વિકાસ કામોના ટેન્ડર મજૂર કરવામાં આવ્યા હતા. આશાપુરા મંદિરથી કોલેજ સુધી રોડ લાઈટ અને બ્યૂટીફિકેશન માટે ઠરાવ કરી મંજૂરી માટે મોકલવાનું નકકી કરવામાં આવ્યું હતું. ગટર અને પાણીના કામોના એસ્ટીમેટ બનાવી જરૂરિયાત વાળા વિસ્તારોમાં તાત્કાલિક કામ શરૂ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. વિકાસકામો ગુણવત્તાસભર થાય એવી તાકીદ કરવામાં આવી હતી અને નબળું કામ કરનાર એજન્સીને નવું કામ ન આપવાની સૂચના આપવામાં આવી હતી. ભાવિક રૂડાની અને રાજ પટેલે ટેક્નિકલ માહિતી આપી હતી. ડીએમએફ અંતર્ગતના કામો માટે ભાવ મંજૂરી અંગેની ચર્ચા, નખત્રાણા વિસ્તારના સ્ટ્રીટ પ્રોજેક્ટ અંગેની ચર્ચા, નખત્રાણા વિસ્તારમાં આવેલ સ્મશાન ડેવલપમેન્ટની કામગીરી અંગેની ચર્ચા, નખત્રામાં નગરપાલિકાને સબ વાહિનીની જરૂરિયાત હોય લોક ભાગીદારી સાથે ખરીદી કરવા અંગેની ચર્ચા, સુંદર શહેર યોજના અંતર્ગત આયોજન કરવા અંગેની ચર્ચા તેમજ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી પાયાની સુવિધા નખત્રાણા વિસ્તારને ઉપલબ્ધ કરવા માટે ગટર તથા પાણીનાના કામો અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
--------

Comments