સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છ દ્વારા યાત્રા પ્રવાસનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : સિનિયર સિટીઝન કાઉન્સીલ કચ્છ દ્વારા યાત્રા પ્રવાસનું આયોજન કરાયું હતું. સવારે સંસ્થાના પ્રમુખ શશીકાંત ક્કર, ઉપપ્રમુખ રાજેન્દ્ર પુરોહિત, કોષાધ્યક્ષ જયેન્દ્રસિંહ બી. જાડેજા, ઓડીટર સબીકાબીબી પીર, ચંદ્રકાન્ત જેઠી, એ.આર. જુમાણી, ઘનુભા મકવાણા, કિરીટસિંહ જાડેજા, કોકીલાબેન મહેતા, પ્રદિપ જોષી, બકુલભાઈ મહેતા તેમજ સભ્યોએ માતાજીની જયઘોષ બોલાવી પ્રમુખે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. એસી લક્ઝરી બસ મારફતે પ૬ સીટર સભ્યો રામપર (વેકરા), રતાડિયા (માતાજીના), અંબેધામ ગોધરા, ભૃગુ આશ્રમ - ધ્રબુડી, રાવળપીર તેમજ માંડવી દરિયા કિનારે હરવા-ફરવા તથા દર્શનનો લાભ લીધો હતો. આ પ્રવાસના આયોજનનમાં હોદ્દેદારો તેમજ સર્વે સભ્યોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઘનુભા મકવાણાએ શરૂઆતમાં ચા-નાસ્તાની સેવા આપી હતી.
------------

Comments