Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ સહિત રાજ્યભરના  પોલીસકર્મીઓ માટે પ્રમોશનનો માર્ગ ખુલ્

09 July

psi વિભાગીય બઢતી પ્રક્રિયાને મળી લીલીઝંડી, કચ્છ સહિત રાજ્યના ૧૮૦૦ પોલીસકર્મીઓને રાહત


ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી : પ્રમોશન પરીક્ષામાં હસ્તક્ષેપનો ઇનકાર, બઢતી પ્રક્રિયા આગળ વધશે



ગાંધીધામ : ગુજરાત હાઇકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે psi વિભાગીય બઢતી પ્રક્રિયાને લીલી ઝંડી મળતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યના અંદાજિત ૧૮૦૦ પોલીસકર્મીઓને સીધી રાહત મળી છે psiવિભાગીય બઢતી માટેના નિયમોને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા બઢતી પ્રક્રિયા અને ખાતાકીય પરીક્ષા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે અરજી ફગાવી દેતાં પ્રમોશન પ્રક્રિયા યથાવત રાખવાનો માર્ગ મોકળો કર્યો છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે psi વિભાગીય બઢતી માટે લેવાતી પરીક્ષામાં કોઈપણ પ્રકારનો ન્યાયિક હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાદ લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હાઇકોર્ટના આદેશથી હવે વિભાગીય બઢતીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે અને વર્ષોથી ફરજ બજાવતા લાયક પોલીસ કર્મચારીઓને ઁજીૈં તરીકે બઢતી મેળવવાની તક મળશે. આ નિર્ણયથી ખાસ કરીને કચ્છ સહિત રાજ્યભરના અંદાજિત ૧૮૦૦ પોલીસકર્મીઓને મોટો લાભ મળવાનો માર્ગ મોકળો બન્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM