ગાંધીધામમાં ટ્રકના કમાન પાટાની ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે આરોપી ઝડપાયા
ગાંધીધામ - કચ્છઉદય : શહેરમાં થયેલી ટ્રકના કમાન પાટાની ઘરફોડ ચોરીનો ભેદ એ ડીવિઝન પોલીસે ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલો અંદાજે ૩૨ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જ્યારે વધુ બે આરોપીઓ હાલ ફરાર છે.
પોલીસના જણાવ્યા મુજબ તા. ૫ જુલાઈના ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે એ.વી. જોશી પુલિયા નજીક ચોરીનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીમાં કાસમ જાકુ બુચડ અને ઇસ્માઇલ ઇલીયાસ બુચડ બંને રહે. ખારીરોહર પીર કોલોનીનો સમાવેશ થાય છે. જ્યારે હનીફ કાસમ સરેચા (રહે. લાલપરા, ખારી રોહર) અને હસન હુસેન કકલ (રહે. શેખ ફળિયું, ખારી રોહર) હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

Comments