વરસાણા ઇન્સ્પાતની સ્ટાફ બસે લીધો યુવકનો જીવ
ઓસ્લો (આંબેડકર) બ્રિજ પર સર્જાયો જીવલેણ અકસ્માત : આશરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવકની ઓળખ માટે પોલીસે પ્રસિદ્ધ કર્યા ફોટોગ્રાફ્સ જારી
ગાંધીધામ - કચ્છઉદય : શહેરના આંબેડકર (ઓસ્લો) બ્રિજ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા અજાણ્યા યુવકની ઓળખ માટે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે જાહેર અપીલ કરી છે. તા. ૦૭/૦૭/૨૦૨૬ના રોજ સુંદરપુરી-ઓસ્લો બ્રિજના છેડા નજીક પગપાળા જઈ રહેલા આશરે ૩૦ વર્ષીય અજાણ્યા યુવકને બસ નં. જી.જે. ૩૯ ટી ૬૮૧૪(વરસાણા ઇન્સ્પાતની સ્ટાફ બસ)ના ચાલકે ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યંદ હતું. પોલીસે મૃતકના સગા-સંબંધીઓની શોધખોળ હાથ ધરી હોવા છતાં હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી.
મૃતક મધ્યમ બાંધાનો, ઘઉંવર્ણનો, લંબગોળ ચહેરાવાળો હતો. તેણે સફેદ રંગનો શર્ટ અને લાલ રંગનું કાળા પટ્ટાવાળું પેન્ટ પહેરેલું હતું. તેના ડાબા હાથ પર દિલનું ટેટૂ તથા તેમાં અંગ્રેજીમાં “વી” અક્ષર લખાયેલું છે. હાલ મૃતદેહ આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતક અંગે કોઈપણ માહિતી હોય અથવા તેના પરિવારજનો વિશે જાણકારી હોય તો ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન (મો. નં. ૬૩૫૯૬ ૨૬૮૩૬) અથવા પો.સબ.ઇન્સ્પેક્ટર એસ.જે. પઢાર (મો. નં. ૯૯૨૫૪ ૮૦૫૧૨)નો તાત્કાલિક સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Comments