ગાંધીધામના સેકટર વન-એમાથી ક્રીકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ : મુખ્ય સુત્રધાર પ્રકાશ ફરાર : શોધખોળ તેજ : વધુ ખુલાસા થશે
ક્રિકેટ સટ્ટાની લિંક આપતી ‘માસ્ટર આઈડી’ સાથે ૫.૨૧ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા : પ્રવીણ ભરવાડ, હિરેન મોરબીયાની સાથે પોલીસે ૫,૨૧,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીધામઃ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સેક્ટર-૦૧/એ માં એચ.પી. ગેસ એજન્સી પાસે સર્વિસ રોડ પર દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ રેઇડ દરમિયાન પ્રવીણભાઈ કલાભાઈ ભરવાડ (રહે. આદિપુર) અને હિરેન અમરચંદભાઈ મોરબીયા (રહે. લીલાશાહનગર, ગાંધીધામ) ને ઝડપી લીધા હતા. આરોપી હિરેન મોરબીયા પોતાની પાસે રહેલા વિવો મોબાઈલમાં ગુગલ ક્રોમ દ્વારા ટ્ઠઙ્મઙ્મઙ્ઘૈટ્ઠદ્બ૨૪૭.ર્ષ્ઠદ્બ નામની સાઇટની માસ્ટર આઈડી ચલાવતો હતો અને પ્રકાશ મહેતા (રહે. ગાંધીધામ) પાસેથી આઈડી મેળવી ૦૫% કમિશન રાખી અન્ય લોકોને સટ્ટો રમવા આઈડી આપતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન રોકડા ૧,૬૦૦ અને ૫,૦૦,૦૦૦ ની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (નંબર ય્ત્ન-૧૨-ડ્ઢજી-૩૬૩૮) મળીને કુલ ૫,૨૧,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સૂત્રધાર પ્રકાશ મહેતા હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. એ.એસ.આઈ. સંજયદાન ગઢવીએ જુગાર ધારાની કલમ ૧૨(એ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments