Trending News
ક્રાઈમ

રાપરના ત્રંબો ગામની વાડી વિસ્તારમાં જુગારધામ ઝડપાયું

09 July


૩ ઝડપાયા, ૨ ફરાર

રાપરઃ રાપર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિશનભાઈ ઢીલા અને ટીમે ત્રંબો ગામની પાછળ આવેલ વાડી વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં રેઇડ પાડી જાહેરમાં ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં શૈલેષ મોહનભાઈ કોલી (રહે. રાપર), તૈયબ અલીમામદ હિંગોરજા અને રમજાન સિદિક હિંગોરજા (બંને રહે. ટગા, આડેસર) નો સમાવેશ થાય છે. જ્યારે રેઇડ દરમિયાન સાબીર કાસમ શેખ (રહે. રાપર) અને રમેશ ઉર્ફે ચીનો ભલાભાઈ પરમાર (રહે. રાપર) નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦,૨૦૦ અને ધાણીપાસા જપ્ત કરી પીએસઆઈ એચ.વી. કાતરિયાની રાહબરી હેઠળ જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM