Trending News
સ્થાનિક સમાચાર

રાપરના ચોથા વર્ગના કર્મચારીના પુત્રે કંપની સેક્રેટરીની ડીગ્રી હાંસલ કરી

08 July


ભુજ - કચ્છઉદય : રાપર તાલુકા પંચાયત હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કેશુભાઈ ચાવડા કે જેઓ મધ્યમ વર્ગના છે તેમના નાના પુત્ર હરેશ ચાવડાએ માત્ર ૨૧ વર્ષની ઉંમરે કંપની સેક્રેટરી રાપરનું ગૌરવ  અડગ મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસના બળે માત્ર ૨૧ વર્ષની ઉંમરે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અત્યંત કઠિન ગણાતી વ્યાવસાયિક પરીક્ષા કંપની સેક્રેટરી સફળતાપૂર્વક પાસ કરીને પોતાના પરિવાર, રાપર ગામ તથા સમગ્ર કચ્છની સાથે વાગડના રાપર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળા, આયોધ્યાપુરી કુમાર શાળામાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરૂકુલ, રાપર ખાતે પ્રાપ્ત કર્યું. બાળપણથી જ કંઈક વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા અને મોટા સપનાઓએ તેમને સતત આગળ વધવા પ્રયાસ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદ ગયા, જ્યાં તેમણે સ્નાતક અભ્યાસની સાથે કંપની સેક્રેટરીનો અભ્યાસ શરૂ કર્યો. કઠિન અભ્યાસક્રમ, સતત પરીક્ષાઓ અને ઊંચી સ્પર્ધા વચ્ચે તેમણે અથાગ પરિશ્રમ, સમયનું અસરકારક આયોજન અને અવિરત સમર્પણથી પોતાની સફળતાનો માર્ગ તૈયાર કર્યો.
કંપની સેક્રેટરીએ કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ, કાનૂની પાલન, બોર્ડ અને શેરહોલ્ડર્સની બેઠકોનું સંચાલન, કંપની કાયદા, સેબીના નિયમો તથા વિવિધ નિયમનકારી બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવતો કોર્પોરેટ પ્રોફેશનલ છે. આ વ્યવસાયિક લાયકાત દેશની સૌથી પડકારજનક વ્યાવસાયિક પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે અને દર વર્ષે લાખ કરતાં પણ (વધુ) વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પરંતુ તેમાંથી માત્ર ૫ થી ૬ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવી કઠિન પરીક્ષામાં માત્ર ૨૧ વર્ષની ઉંમરે સફળતા મેળવવી એ અત્યંત ગૌરવની બાબત છે.
માત્ર ૨૧ વર્ષની ઉંમરે કંપની સેક્રેટરી બનવાની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે સફળતા માટે પરિસ્થિતિ નહીં, પરંતુ દૃઢ સંકલ્પ, સતત મહેનત અને આત્મવિશ્વાસ જરૂરી છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હોવા છતાં મોટા સપનાઓ જોવાની અને તેને સાકાર કરવાની તેમની સફર અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. આ સિદ્ધિ માટે તેઓ પોતાના માતા-પિતા, પરિવારજનો, માર્ગદર્શકો અને તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેમના આશીર્વાદ, પ્રોત્સાહન અને સહયોગથી આ સફળતા શક્ય બની હતી
-------- 

Comments

COMMENT / REPLY FROM