Trending News
સ્થાનિક સમાચાર

ભુજના માનકુવા પાસે નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ

08 July



ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના માનકુવા અને ડાકકાઈ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય પાણીની લાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું છે. પાઇપલાઇનમાં લીકેજના કારણે હજારો લીટર કિંમતી પાણી રસ્તા પર વહી જતાં મોટો વેડફાટ થયો છે. કચ્છ જિલ્લામાં અવારનવાર પાઇપલાઇન લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેને પગલે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે તંત્ર દ્વારા કરવામાં આવતી લાઈનની જાળવણી અને તેની ગુણવત્તા સામે પણ હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ લીકેજને સત્વરે રિપેર કરી પાણીનો બગાડ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
-------

Comments

COMMENT / REPLY FROM