જોજો મુંદરા ડ્રગ્સકાંડ નો ચકચારી કચ્છનો લાકડાનો બની બેઠેલ ઠગ શખ્સ... મોદીજીના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં જોડાય નહીં?’
સેન્ટ્રલ આઈબી રહે સચેત : સ્ટેટ આઈબીના અમુક તત્વો ધંધાકીય હિતોમાં?
ન્યૂઝીલેન્ડનું ડેલીગેશન થોડા સમય પહેલાં જ દિલ્હી આવ્યું હતું, હવે ભારતનું પ્રતિનિધિત્વ આગામી ૧૦મી છે ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સાથે કચ્છ સહિત દેશના ટિમ્બર-લાકડાનો પણ થાય છે મોટો દ્વિપક્ષીય વ્યાપાર
મોદીજી જેવી હાઈપ્રોફાઈલ હસ્તીના પ્રતિનિધિ મંડળમાં ક્યાંક તાજેતરમાં જ મુંદરાના કેપ્ટાગોન ડ્રગ્સકાંડમાં ચકચારી બનેલ બની બેઠલો ઠગ લાકડાનો વેપારી પણ ગોઠવાઈ ન જાય તે બાબતે સેન્ટ્રલ આઈબીએ રાખવી જોઈએ બધી જ તકેદારી’
ભુજઃ ન્યૂઝીલેન્ડનું હાઈપ્રોફાઈલ ડેલીગેશન થોડા સમય પહેલાં જ દિલ્હીની મુલાકાતે આવ્યું હતું, જે બાદ હવે ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ આગામી ૧૦મી તારીખથી ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કચ્છ સહિત દેશભરમાં ટિમ્બર (લાકડા)નો કરોડો રૂપિયાનો મોટો દ્વિપક્ષીય વ્યાપાર ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આ હાઈપ્રોફાઈલ પ્રવાસ અને પ્રતિનિધિ મંડળને લઈને અત્યારથી જ દિલ્હી સત્તાવાર વર્તુળોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કચ્છના સરહદી અને ઔદ્યોગિક વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો ગણગણાટ વહેતો થયો છે. તાજેતરમાં જ મુંદરાના કુખ્યાત ‘કેપ્ટાગોન ડ્રગ્સકાંડ’માં જેનું નામ ચગ્યું હતું, તેવો કચ્છનો એક બની બેઠેલો ઠગ અને લાકડાનો વેપારી આ પ્રતિનિધિ મંડળમાં ઘૂસવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરનો બાપ ની જેમ આ શખ્સ પીએમ ઓફિસના હાઈપ્રોફાઈલ પ્રવાસમાં ક્યાંક પાછલા બારણેથી ગોઠવાઈ ન જાય તે માટે સેન્ટ્રલ આઈબી એ તમામ તકેદારી રાખવી
પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.દેશના વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે જતા હોય ત્યારે ભારતની શાખ આંતરરાષ્ટ્રીય સ્તરે દાવ પર હોય છે. આવા સંજોગોમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત અને ડ્રગ્સકાંડના શંકાસ્પદ સ્કેનર હેઠળ રહેલી ટોળકીનો કોઈ પણ શખ્સ પીએમના ન્યૂઝીલેન્ડ પ્રવાસના પ્રતિનિધિ મંડળની આસપાસ પણ ન ફરકી શકે તે માટે સેન્ટ્રલ આઈબીએ અત્યારથી જ પોતાની ‘આગોતરી આંખ’ ખુલ્લી રાખવી પડશે. ખાસ કરીને કચ્છ જિલ્લામાંથી જો કોઈ વ્યક્તિ આ પ્રવાસમાં સત્તાવાર કે બિનસત્તાવાર રીતે જવાનો હોય, તો તેના ભૂતકાળના ઈતિહાસ અને વર્તમાન હિલચાલ પર કડક વોચ ગોઠવી તેનો સંપૂર્ણ ગુપ્ત અહેવાલ મેળવવો દેશહિતમાં અનિવાર્ય બન્યો છે.
.................
હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ડ્રગ્સ નેટવર્ક?
સેન્ટ્રલ આઈબી સહીતની એજન્સીઓ રાખે બાજનજર : લાકડાના બની બેઠેલા વેપારી પર કડક વોચ જરૂરી : કયાંક ને કયાંક મની લોન્ડરીંગ કે કાળાનાળાની હેરફેર તો આ બની બેઠલ ઠગ શખ્સ આવા પ્રવાસો સાથે નથી કરી લેતો ને?
ગાંધીધામ : દેશની સુરક્ષા એજન્સીઓ પાસે અગાઉ જ કેટલીક અત્યંત ગંભીર અને આંતરિક માહિતીઓ પહોંચી ચૂકી છે, જેમાં ખુલાસો થયો છે કે કચ્છના અમુક ઠગ લાકડાના વેપારીઓ દ્વારા હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી લાકડાના કન્ટેનરોની આડમોં ડ્રગ્સની સપ્લાય લાઈન ચલાવવામાં આવી રહી છે. ટિમ્બર માર્કેટના નામે ચાલતા આ ગોરખધંધાના તાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સુધી જોડાયેલા હોવાની આશંકા છે.
.............
સ્ટેટ આઈબીના અમુક બાબુઓ ધંધાકીય ભાગબટાઈમાં વ્યસ્ત!
આઈબીનો ભ્રષ્ટ એ શખ્સ લાકડાના ભુંસા, લાકડાની આડમાં ડ્રગ્સ, અમિત સાથે ડીઝલ દાણચોરી, વિવાદીત જમીન પ્રકરણો પચાવી લેવા સહિતના ધંધામાં આંખ મીચીને કાળી કમાણી કરી રહ્યો છે, તેને દેશ કે વડાપ્રધાનની સુરક્ષાથી શું લેવા દેવા હશે?
ગાંધીધામ : સૌથી વધુ આશ્ચર્ય અને ચિંતાની વાત એ છે કે, સરહદી જિલ્લા કચ્છમાં સ્ટેટ આઈબીના અમુક ભ્રષ્ટ બાબુઓ દેશની સુરક્ષા કરવાને બદલે આવા લાકડાના બની બેઠેલા શંકાસ્પદ શખ્સો સાથે આર્થિક અને ધંધાકીય ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની લોકચર્ચા છે. સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ મુજબ, ક્યારેક ડીઝલ દાણચોરી તો ક્યારેક કિંમતી લાકડાને અંદરથી ખોખલું કરી તેમાં ડ્રગ્સ સહિતની ગેરકાયદેસર અને દેશદ્રોહી વસ્તુઓ ઘુસાડવાના કાળા કારોબારમાં આ ટોળકી સંકળાયેલી છે. આવી સ્થિતિમાં સ્ટેટ આઈબીના અમુક મિલિભગત વાળા અધિકારીઓ તો ઊલટાનું આ બની બેઠેલા લાકડાના શખ્સને મોદીજીના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં એન્ટ્રી અપાવવાની વેતરણમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણે હવે સ્થાનિક એજન્સીઓ ભરોસાપાત્ર ન રહેતા, સેન્ટ્રલ આઈબી ખુદ ગંભીર બને અને આ મામલે સીધી દખલગીરી કરે તે સમયની તાતી માંગ છે.

Comments