ન્યૂઝ ચેનલના વીડિયોમાં કોમી વૈમનસ્ય ફેલાવતી કોમેન્ટ કરનાર શખ્સ કંડલા મરીન પોલીસના સકંજામાં
કંડલા મરીન પીઆઈની ટીમની સમયસુચકતા સરાહનીય
નવા કંડલા - કચ્છઉદય :“સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કચ્છી ન્યૂઝ ચેનલના વીડિયો પર કોમી એકતા ભંગ થાય અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવી ઉશ્કેરણીજનક તેમજ જેહાદની ધમકી આપતી કોમેન્ટ કરનારા એક શખ્સને કંડલા મરીન પોલીસે ઝડપી લીધો છે.““બનાવની વિગત એવી છે કે, ’કચ્છ ઉદય ન્યૂઝ’ ચેનલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ આઈડી પર ડિમોલિશન અંગેના બ્રેકિંગ ન્યૂઝનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોની કોમેન્ટ સેક્શનમાં બે અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના અને સરકારની કામગીરી વિરૂદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરવાના ઇરાદે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરતી અત્યંત વાંધાજનક અને ધમકીભરી કોમેન્ટ્સ કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ તપાસના આધારે આ આઈડી વાપરનાર શખ્સ દાઉદ સુમાર સાયચા (રહે. સપનાનગર, ગાંધીધામ, મૂળ નવા કંડલા) ને દબોચી લીધો છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૯૭(૧)(સી), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Comments