Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-પાણીપત પાઈપલાઈન તેલચોરીકાંડ માં નવા કડાકા-ભડાકા : ૭ શખ્સો દબોચાયા? : ટુકંમાં જ સત્તાવાર ધડાકા થવાના ભણકારાં

08 July

આઈજીશ્રી ચિરાગ કોરડીયા-પૂર્વ કચ્છએસપી સાગર બાગમારની ટીમનો સપાટો



ભચાઉના ચુડવા પાસે પાઈપલાઈન તેલચોરીની ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસને સફળતા મળ્યાની ચર્ચા : ચુડવાથી પડાણા સુધીથી માંડીને ગાંધીનગર-પાટણ-અમદાવાદ સુધી તપાસનો રેલો લંબાવાશે : સત્તાવાર જાહેરાત થવાની બાકી

રાષ્ટ્રીય સંપત્તી સમાન તેલ પર કાવતરાપૂર્વક ચોરી કરનારાઓની સામે રાષ્ટ્રદ્રોહ-ગુજસીટોક જેવી કલમો લગાડો : આ પ્રકારની તેલચોરીની ઘટના દેશદ્રોહથી ઓછો ગુનો ન આંકી શકાય : રાષ્ટ્ર સાથે ગદ્વારી જ કહેવાય


આઈજીશ્રી અને એસપીશ્રીના માર્ગદૃશન હેઠળ ત્વરિત કાર્યવાહી કરાઈ છે, શખ્સોને પકડયા છે, ,પુછતાછ ચાલુમાં છે, હાલમાં વધુ કંઈ જ નહી કહી શકાય : શ્રી ગોજીયા(બી ડીવીજન પીઆઈ)


ગોડાઉન ભાડે રાખવાના નામે પાઈપલાઈન ચોરીનો કારસો


ગાંધીનગરના શખ્સે ૧ લાખ ભાડુ નકકી કરીને ખેતર ભાડે રાખ્યુ હોવાની ચર્ચા : ખેતર માલીક અને તેલચોરી ટોળકી વચ્ચે સામજીએ કડીરૂપ ભુમીકા ભજવી



ગાંધીધામ B-ડિવિઝન પોલીસે ૭ શંકાસ્પદોને દબોચ્યા, મોટા ખુલાસાની શક્યતા! પાટણ, પડાણા અને મેઘપર બોરીચીના શખ્સોની સઘન પૂછપરછ : સામજી અને કપિલના કડક રીમાન્ડ લ્યો ? સામજી મુખ્ય સુત્રધારની ભુમિકામાં તો નથી ને? સામજીની કર્મકુંડળી આખીય કાઢો તો ઘણુ બધુ બહાર આવશે : ચુડવા સીમમાં ૧ મીટર ખોદકામ કરી પંચર કરવાનો કારસો પોલીસે નિષ્ફળ બનાવ્યો


ગાંધીધામઃપૂર્વ કચ્છમાં મુન્દ્રા-પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી રાષ્ટ્રીય સંપત્તિ લૂંટવાનો વધુ એક ગંભીર કારસો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ચુડવા ગામની સીમમાં આઇ.ઓ.સી.એલ. ર્(ૈંંઝ્રન્) કંપનીની હાઇ પ્રેશર પાઇપલાઇનમાં ૧ મીટર જેટલું ગેરકાયદેસર ખોદકામ કરી તેલચોરી કરવાનો પ્રયાસ કરનારી ટોળકી સુધી પોલીસના હાથ પહોંચી ગયા છે.આ ઘટનામાં કંપનીના જવાબદાર દ્વારા બી ડીવીઝન ગાંધીધામમાં ફરીયાદદાખલ કરવામા આવી હતી જે બાદ પૂર્વ કચ્છ એસપીશ્રીએ આઈજીશ્રીના માર્ગદૃશન અને નેતૃત્વ તળે આ ગુનાની ગંભીરતાને સમજીને તેના ઉકેલની દીશામાં ટીમોને કાર્યરત કરી દીધી હતી. રાષ્ટ્રીય સંપત્તી સમાન પાઈપલાઈનમાથી ખુલ્લઆમ તેલચોરીનો પ્રયાસ કરવાના હથકંડા અજમાવનારાઓની સામે પૂર્વ કચ્છ પોલીસે સમયસુચકતા દાખવી અને કડક કાર્યવાહીનો આરંભ કરી દીધુ હોવાનુ સામે આવાવ પામી રહ્યુ છે. આ બાબતે મળતી માહીતી અનુસાર પાઈપલાઈન તેલચોરી પ્રકરણમાં પાંચથી સાત જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી લેવાયા છે અને ચુડવા સીમથી લઈ અને લોકલમાં પડાણા તથા મેઘપર બોરીચીથી માંડી અને ગાંધીનગર, અમદાવાદ, પાટણ સુધી આ ચોરીના નેટવર્કનો રેલો લંબાય તેવી સંભાવનાઓ દર્શાય છે. પૂર્વ કચ્છ એસપીશ્રીના માર્ગદર્શન તળે  બી-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગાંધીનગર, પાટણ, પડાણા અને મેઘપર બોરીચી સહિતના વિસ્તારોમાંથી કુલ ૭ શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનુ બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યુ છે. પોલીસની સઘન પૂછપરછમાં આ આંતરજિલ્લા તેલચોર ગેંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.હાલમાં તો આ ઘટના મામલે હજુ સુધી કેાઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ આંતરજિલ્લામાં ફેલાયેલી આ તેલચોરીની ઘટનાના આજે અથવા તો આવતીકાલ સુધીમાંસત્તાવાર રીતે જ ખુલાસા કરવામાં આવે અને તેમાં કઈક નવા કડાકા ભડાકા થશે તેવી સંભાવનાઓ દર્શાઈ રહી છે. પોલીસ સત્તાવાર માહીતી જાહેર કરે ત્યોર ખાસ કરીને  એ દિશામાં તપાસ બાદ ખુલાસા કરે કે, ે પાઇપલાઇન વાળી જમીન ખરેખર કોની માલિકીની છે?આ અગાઉ ઝડપાયેલી તેલચોર ટોળકીની આ કાંડમાં કોઈ ભૂમિકા છે કે નહીં? આટલી હાઈ-સિક્યોરિટી ધરાવતી પાઇપલાઇનમાં પંચર કરવાની હિંમત આ તત્વો ક્યાંથી લાવે છે?હાલમાં ઝડપાયેલા ૭ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે અને ટૂંક સમયમાં જ પોલીસ આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારોના નામો જાહેર કરે તેવી પૂરી સંભાવના છે.

..........


અણુબોમ્બ પર બેઠેલું સંકુલઃ પ્રશાસન અને 
એસપી સાગર બાગમારની લાલઆંખ


પૂર્વ કચ્છમાં ટૂંકા ગાળામાં જ મુન્દ્રા-પાણીપત પાઇપલાઇનમાં ચોરીના પ્રયાસની આ બીજી ઘટના સામે આવતાં સમગ્ર ઔદ્યોગિક સંકુલ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. અગાઉ પણ ખેતર કે વાડીની જમીન ખરીદીને પાઇપલાઇનમાં મોટું ભંગાણ પાડી તેલચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં કુખ્યાત તેલચોરોને જામીન મળી જતાં ચકચાર મચી હતી.““આ વખતે આ ઘટનાને ભારે ગંભીરતાથી લેવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનાના ગણતરીના દિવસોમાં જ ૭ શંકાસ્પદોને રાઉન્ડ અપ કરીને મોટું ડિટેક્શન કર્યું છે.

............

શું હતી સમગ્ર ઘટના અને ફરિયાદ?

ગાંધીધામ : ગત તારીખ ૨ જુલાઈના રોજ રાત્રિના આશરે ૨ઃ૦૦ વાગ્યાની આસપાસ ચુડવા સીમ વિસ્તારમાં ચેનેજ નંબર ૭૫ પાસે અજાણ્યા શખ્સોએ ક્રૂડ ઓઇલ કે અન્ય પેટ્રોલિયમ પેદાશની ચોરી કરવાના ઇરાદે પાઇપલાઇન પર આશરે એક મીટર જેટલું ગેરકાયદેસર ખોદકામ કર્યું હતું. જો કે, કંપનીની સુરક્ષા સિસ્ટમ સક્રિય થતાં ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ મામલે મુન્દ્રા ખાતે ફરજ બજાવતા કંપનીના જવાબદાર અધિકારી ધર્મેન્દ્ર ખેગારભાઈ મહેશ્વરીએ ઉપરી અધિકારીઓની સૂચનાથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૩(૨), ૬૨ તેમજ પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન એક્ટ અને સાર્વજનિક મિલકત નુકસાન અટકાવવાના અધિનિયમની કલમ ૩ અને ૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.બી. બામ્ભાને સોંપી હતી.




 

Comments

COMMENT / REPLY FROM