Trending News
સ્થાનિક સમાચાર

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું સત્તાવાર નિવેદનઃ ’ સીઝફાયર ખતમ, હવે ઈરાન સાથે કોઈ વાતચીત નહીં થાય

08 July


ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક તણાવ વધ્યોઃ ભારતીય શેરબજારમાં જોરદાર કડાકો, સેન્સેક્સ ૧૬૦૦ પોઈન્ટ તૂટ્યો“મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળોઃ ડ્રોન, મિસાઈલ હુમલા અને ભારે બોમ્બમારાની આશંકાથી વિશ્વભરમાં ગભરાટ


વોશિંગ્ટન/મુંબઈઃ“ઈરાન પર અમેરિકાના સૈન્ય હુમલા બાદ વૈશ્વિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા બાદ એક અત્યંત મહત્વનું અને આક્રમક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં સીઝફાયર (યુદ્ધવિરામ) ખતમ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, "હવે ઈરાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં." અમેરિકાના આ આકરા વલણ બાદ મિડલ ઈસ્ટમાં ગમે ત્યારે મોટા પાયે યુદ્ધ ફાટી નીકળે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ૧૬૦૦ પોઈન્ટનો ક્રેશ“ડોનાલ્ડ ટ્રમ્પના આ આક્રમક નિવેદનની સીધી અને અત્યંત નકારાત્મક અસર વૈશ્વિક બજારો પર જોવા મળી છે. ટ્રમ્પની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જેના કારણે બજારમાં જોરદાર કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ મિનિટોમાં ૧૬૦૦ પોઈન્ટ જેટલો નીચે ખાબક્યો હતો. યુદ્ધની આશંકાને પગલે રોકાણકારોના અબજો રૂપિયા ધોવાઈ ગયા છે અને આગામી દિવસોમાં પણ બજારમાં મોટી વધઘટ રહેવાના સંકેતો છે.
અમેરિકા દ્વારા સીઝફાયરના અંતની જાહેરાત બાદ હવે બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ ચરમસીમાએ પહોંચે તેવા એંધાણ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આગામી કલાકોમાં ઈરાન પર મોટા પાયે ડ્રોન હુમલા, ભારે બોમ્બમારો અને ઘાતક મિસાઈલ હુમલા થઈ શકે છે. સામા પક્ષે ઈરાન પણ અમેરિકી ઠેકાણાઓ પર પલટવાર કરવા માટે સજ્જ થઈ રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેને કારણે વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ છે.

Comments

COMMENT / REPLY FROM