ભાજપ માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નહી, પરંતુ રાષ્ટ્ર સેવાનું માધ્યમ : દેવજીભાઈ વરચંદ
ભુજ શહેર ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદ વિચારધારા શિસ્ત, સમર્પણના સંકલ્પ સાથે, ભુજ શહેર ભાજપ દ્વારા પંડિત દીનધ્યાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતગંત વર્ગ યોજાયો હતો.
પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને પ્રશિક્ષણ વર્ગ ખુલ્લો મુકાયો હતો, દીપ પ્રાગટ્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ હતો, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય તથા હિતેશભાઈ ખંડોલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, કે.ડી.સી.સી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ હાથી, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ આશીકાબેન ભટ્ટ અને કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યો હતો. ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર દ્વારા આવકાર અપાયો હતો,
કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિએ સત્તા મેળવવાનું સાધન નથી પરંતુ રાષ્ટ્ર સેવાનું માધ્યમ છે, શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરીને કાર્યકરોને તેમના કાર્યો યાદ કરીને છેવાળાના માનવી પાસે પહોંચીને રાષ્ટ્રવાદને અનુરૂપ કાર્યો કરવા અપીલ કરી હતી. આપણો શિસ્ત તથા આપણી નેતીકતા જ આપણી સાચી ઓળખ છે, તમામ કાર્યકરોને સજ્જ થઈને આવનારા સમયમાં ભારતને વિકસિત બનાવા માટે આહ્યાન કર્યું હતું.
સાંસદવિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આપણી મહેનત એ જ સંગઠનનો પાયો છે તો એકતાંતણે પક્ષના આદેશોનું પાલન કરી તથા આવનારી પેઢીને સશક્ત, આત્મનિર્ભર અને અખંડ ભારતની ભેટ આપવાનો સુર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવે છે તે કાયંક્રમોએ પ્રજાલક્ષી સેવારૂપી યજ્ઞમાં આપણે આપણો સાથ સહકાર આપીને પ્રજાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરવો.
પ્રશિક્ષણ વર્ગમાં કચ્છ જીલ્લા ભાજપના પ્રભારી ફ્લજીભાઈ ચૌધરી, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, ભાજપના અગ્રણી પારૂલબેન કારા, હિતેશભાઈ ગોસ્વામી, રવિભાઈ ત્રવાડી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કિરીટભાઈ સોમપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસીય વર્ગ દરમ્યાન વૈચારિક અને સૈધાંતિક અધિષ્ઠાન, ભાજપનો ઈતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટી, આપણી કાર્ય પદ્ધતિ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, સોશિયલ મીડીયા, એઆઈ, નમો, સરલ એપ જેવા વિષયો પર સત્ર યોજાયો હતો. અલગ અલગ સાત સત્રમાં વક્તા તરીકે દિલીપભાઈ ત્રિવેદી, દેવરાજભાઈ ગઢવી, સુરેશભાઈ સંઘાર, રેખાબેન દવે, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીતેનભાઈ ઠક્કર, પ્રણવભાઈ જોશીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સત્રના અધ્યક્ષો તરીકે જયંતભાઈ ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા, રચનાબેન શાહ, બિંદીબેન નીખીલભાઈ ગોર, રાજેશભાઈ મહેતા, નીકુલભાઈ ગોર વગેરે મંચસ્થ રહ્યા હતા. સત્રનું સંચાલન મનીષાબેન સોલંકી, સાવિત્રીબેન જાટ, મયંકભાઈ રૂપારેલ, પ્રકાશભાઈ મહેશ્વરી, ધ્વનીબેન ઠક્કર, હસ્મીતાબેન ગોર, ક્રિષ્નાબા જાડેજા વગેરેએ કયું હતું.સમગ્ર વર્ગ દરમ્યાન કાર્યક્રમનું સંચાલન વર્ગના વાલી તથા ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા તથા આભારવિધિ ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહે કરેલ હતી, આ વર્ગ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યોગ કાર્યક્રમો અને પ્લાસ્ટિકમુક્ત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.વર્ગમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિન્દિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઇ ગઢવી, શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડા તથા સંગઠનના હોદ્દેદારો અનીલભાઈ છત્રાળા, રાજેશભાઈ ગોર, મહિદીપસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, માનસીબેન શાહ, રેખાબેન વાઘેલા દ્વારા મહાનુભાવોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા અનીલ ધુવા, નિલય ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા, નીતાબેન ઠક્કર, જીતુભા ઝાલા અને સલીમ મોગલે જહેમત ઉઠાવી હતી એવું ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments