ભુજ-ભચાઉ હાઇવે પર વિશાળ ટ્રેલર આડું પડી જતાં સર્જાયો ચક્કાજામ
ભુજ - કચ્છઉદય : ભુજ - ભચાઉ હાઇવે પર કનૈયાબે નજીક એક મોટી દુર્ઘટના સર્જાતાં સમગ્ર હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. એક વિશાળ ટ્રેલર અચાનક રસ્તાની વચ્ચે આડું પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે તેના કારણે હાઇવેના બંને તરફના માર્ગો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા.આ અકસ્માતને પગલે ભુજ અને ભચાઉ બંને તરફથી આવતા-જતા વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી. હાઇવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાવાના કારણે નાના-મોટા અસંખ્ય વાહનો રસ્તા પર જ થંભી ગયા હતા, જેને લીધે મુસાફરો, વાહનચાલકો અને રોજિંદા અપડાઉન કરતા લોકોને કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્રનો કાફલો ટ્રાફિક હળવો કરવા અને ક્રેનની મદદથી ટ્રેલરને રસ્તા પરથી હટાવવાની કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયો હતો.
------------

Comments