Trending News
સ્થાનિક સમાચાર

અતિભારે વરસાદની પરિસ્થિતિમાં લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત

07 July


ભુજ - કચ્છઉદય : જિલ્લામાં અતિભારે વરસાદની પરિસ્થિતિમાં  લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ દ્વારા માનવસેવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા જાહેર કરાયું છે કે, વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન જરૂરિયાત મુજબ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા જિલ્લા વહીવટી તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા ઇજાગ્રસ્તો, દર્દીઓ, વૃદ્ધો, દિવ્યાંગજનો, ગર્ભવતી મહિલાઓ તથા અન્ય જરૂરિયાતમંદ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ અથવા સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. સંસ્થા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને રાહત કામગીરીમાં જરૂરી સહયોગ આપવામાં આવશે. જરૂરિયાત મુજબ સંસ્થાના સ્વયંસેવકો પણ સેવા કાર્યમાં જોડાશે. જિલ્લાના નાગરિકોને અતિઆવશ્યક પરિસ્થિતિમાં નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે  હેલ્પલાઇન નંબર ૯૯૭૮૮ ૬૨૫૨૨નો સંપર્ક કરવા જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM