Trending News
સ્થાનિક સમાચાર

અંબાજી ખાતે રાત્રિ પૂજા મહોત્સવમાં કચ્છ - સૌરાષ્ટ્રના નાગર પરિવાર જોડાયા

07 July



ગરબા, શક્રાદય સ્તુતિ, થાળ, આરતી, સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા

ભુજ - કચ્છઉદય : અંબાજી ખાતે સમગ્ર નાગર પરિવાર કલોલ દ્વારા આયોજિત માતાજી ગર્ભગૃહમાં ત્રણ દિવસ રાત્રી પૂજા મહોત્સવ ચેરમેન યોગેશભાઇ પંડ્યા, પ્રમુખ હિતેશભાઈ જોશી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં માઢ ખાતે રાત્રિના ૭ થી ૯ કલાક સુધી ગરબા, સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં કચ્છ ઉપરાંત મુંબઈ, વડોદરા, રાજકોટ, અમદાવાદ વગેરે શહેરોના અંદાજિત ૩૦૦ જેટલા માઈભક્તોએ લાભ લીધો હતો. યોગેશભાઈ પંડ્યા, હિતેશભાઈ જોષી અને પ્રવીણભાઈ શાસ્ત્રીએ થાળનો લાભ લીધો હતો. ભાવનાબેન જોશી પણ ઉપસ્થિત  રહ્યા હતા. પ્રીતિબેન અંતાણી અને ધાત્રીબેન માંકડે ગરબાની રમઝટ જમાવી હતી. જયશ્રીબેન ભટ્ટ, ભુવનેશ્વરીબેન, ઇલાબેન વૈષ્ણવ વગેરે જોડાયા હતા. નાગર પરિવાર દ્વારા ભુજના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ અંતાણીની સેવા બદલ તેમને મોમેન્ટો આપી વિશેષ બહુમાન સંસ્થાના આગેવાનો દ્વારા કરાયું હતું.
આ કાર્યમાં ભુજથી બ્રિજેશભાઈ ભટ્ટ, અશિતભાઈ અંતાણી, આશિષભાઈ છાયા, વેદભાઈ પટણી, પાઠકભાઈ, ઝંખનાબેન વગેરે જોડાયા હતા. માતાજીના ગર્ભ ગૃહમાં રાત્રી પૂજામાં પ્રથમ વખત જોડાઈને નાગર, નાગર બ્રાહ્મણ, વિસનગરા નાગર પરિવારોએ આનંદ કર્યો હતો. વહીવટી સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડનો સુંદર સહકાર મળ્યો હતો. ગબ્બર ખાતે શક્રાદય સ્તુતિ પઠન કરવામાં આવ્યું હતું અને ઘી અર્પણ કરવામાં આવ્યું હતું. વડનગર ખાતે પણ હાટકેશ્વર મંદિરે પૂજન અર્ચન કરવામાં આવેલ એવું અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી અને વારિસભાઈ પટણીએ જણાવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM