અંતરજાળ રોડ પર વરલી-મટકાના જુગારનો પર્દાફાશ
૧૬,૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયોઃ મુખ્ય બુકી ફરાર
ગાંધીધામઃ“પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીધામના અંતરજાળ-કિડાણા રોડ પર આવેલા રોયલ સીયા સોસાયટીના બોર્ડ પાસે ચાર રસ્તા પર દરોડો પાડીને મોબાઈલ ફોન દ્વારા વરલી-મટકાનો જુગાર રમાડતા એક નામચીન શખ્સને ઝડપી લીધો છે.““પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, સોસાયટીમાં જ રહેતો ૫૦ વર્ષીય મગન ઉર્ફે જીગો સુમારભાઇ ધુવા (મહેશ્વરી) પોતાના આર્થિક ફાયદા માટે ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન દ્વારા વરલી-મટકાના આંકડા મેળવી બોલપેન વડે નોટબુકમાં ડાયરી લખતો હતો. પોલીસ દરોડા દરમિયાન તેની પાસેથી રોકડા ૧૧,૬૩૦/- તથા ૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ અને નોટબુક-પેન મળી કુલ?૧૬,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આંકડાનો મુખ્ય હિસાબ લીલાશા વિસ્તારમાં રહેતા વસંત ડુંગરશી શાહને આપવામાં આવતો હતો. પોલીસના દરોડા સમયે વસંત શાહ હાજર મળી ન આવતા આદિપુર પોલીસે બંને વિરૂદ્ધ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ આરોપી મગન ઉર્ફે જીગો અગાઉ પણ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં જુગારના ગુનામાં તેમજ ૨૦૨૨ માં સીઆરપીસી પ્રિવેન્ટિવ કેસ હેઠળ એ-ડિવિઝન પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Comments