Trending News
સ્થાનિક સમાચાર

રાપર અને ભચાઉ પંથકમાં વરસાદી ઝાપટાં 

06 July



રાપર - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના સખ્ત ઉકળાટ અને ભારે ગરમીના માહોલ વચ્ચે ભચાઉ, સામખીયારી, લાકડીયા, ચિત્રોડ, ગાગોદર, મેવાસા, કાનમેર, પલાંસવા અને આડેસર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં પડ્યા હતા. સ્થાનિક વેપારી અગ્રણી વિનોદભાઈ પ્રજાપતિએ માહિતી aઆપતા જણાવ્યું હતું કે, આ પંથકોમાં અંદાજે અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.
બીજી તરફ સોમવારે સાંજના સાડા છ વાગ્યે વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેર તેમજ આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન તીવ્ર પવન ફૂંકાતા જાણે વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. 
----------- 

Comments

COMMENT / REPLY FROM