ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની બાળકીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે રંગોળી દોરાઈ
ભુજ - કચ્છઉદય : પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે માતૃછાયા કન્યા વિદ્યાલય, એનએસએસ યુનિટની સ્વયંસેવિકાઓએ ભુજ શહેરના હમીરસર તળાવ પાસે આવેલા ગાંધીજીના પૂતળા પાસે આકર્ષક રંગોળી બનાવી વૃક્ષો વાવો, સાયકલનો વપરાશ કરો, રિસાયકલ, પ્રદૂષણ અટકાવો જેવા સંદેશો આપ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર મિતલબેન તન્ના તેમજ શિક્ષક ફ્રાન્સીબેન ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન શાળાના આચાર્ય સુહાસબેન તન્ના ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.
----------

Comments