Trending News
સ્થાનિક સમાચાર

એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા બન્ની-પચ્છમ વિસ્તારમાં બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

06 July


ભુજ - કચ્છઉદય : એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમીટેડના એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા કચ્છના બન્ની અને પચ્છમ વિસ્તારોમાં સામાજિક દાયિત્વ એટલે કે સીએસઆર હેઠળ આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી, એફોરેસ્ટેશન જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. એમાં શિક્ષણને પ્રોત્સાહના આપનારી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. એમાંથી એક છે શાળા પ્રવેશોત્સવ.
જીવનમાં પ્રથમ વાર શાળાનું પગથિયું ચડનારાં નાનાં ભૂલકાંઓને પ્રોત્સાહન આપવા માટે સરકારના શાળા પ્રવેશોત્સવ હેઠળ એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પણ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. એગ્રોસેલ ફાઉન્ડેશનના કાર્ય વિસ્તાર એવા વિસ્તારની કુલ ૭૬ શાળાઓમાં ૧૦૦૦ બાળકોને આ કીટમાં પાંચ વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં એક સ્કૂલ બેગ અને એમાં પેન્સિલ કીટ, આંકોડી, રંગ અને ચિત્રપોથી તથા ‘ફૂલપાંદડી’ પુસ્તિકાનો સેટ સામેલ હતાં. શાળા સ્તરે ઉજવાયેલા આ પ્રવેશોત્સવમાં શાળાઓના આચાર્યે, શિક્ષકગણ, સ્થાનિક આગેવાનો અને ફાઉન્ડેશનનો સ્ટાફ સામેલ થયા હતા. 
--------

Comments

COMMENT / REPLY FROM