Trending News
સ્થાનિક સમાચાર

બોર્ડની પૂરક પરીક્ષાના પરિણામ બાદ ગુણચકાસણી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

06 July



ભુજ - કચ્છઉદય : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જૂન ૨૦૨૬ માં લેવાયેલી ધોરણ ૧૦ (એસ.એસ.સી.), સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ ૩/૭ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષાના જે ઉમેદવારો પોતાના ગુણની ચકાસણી કરાવવા ઈચ્છતા હોય, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ગુણચકાસણી માટેની આ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ ૬/૭ ના રોજ શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો તારીખ ૧૩/૭ ના રોજ સાંજના ૫ કલાક સુધી અરજી ફોર્મ ભરી શકશે. બોર્ડની યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુણચકાસણી માટેની અરજીઓ માત્ર ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ગુણચકાસણીની અરજી માટેની નિયત ફી ઓનલાઇન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા અથવા દેશની કોઈપણ એસબીઆઈ શાખામાં જઈને ભરી શકાશે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા બોર્ડ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે.
-------- 

Comments

COMMENT / REPLY FROM