Trending News
સ્થાનિક સમાચાર

ભુજના હમીરસર તળાવમાં થતી માછીમારીની પ્રવૃત્તિ નિરંકુશ : જીવદયા પ્રેમીઓમાં રોષ

06 July




ભુજ -કચ્છઉદય : શહેર મધ્યે રાજાશાહીના વખતનું હમીરસર તળાવ આવેલું છે. જે તળાવ વચ્ચે રાજેન્દ્ર પાર્ક આવેલું છે. જે બાગ બગીચો ફરવાલાયક સ્થળ છે. તેમજ રાજેન્દ્ર પાર્ક અંદર જવાના રસ્તે નાનકડું પુલ પણ આવેલું છે. આ જગ્યાએથી અનેક તરવૈયાઓ તરણ શીખી આગળ વધ્યા છે. રાજેન્દ્ર પાર્ક મુખ્ય રોડથી અંદરના ભાગે આવેલું છે જેના કારણે અસમાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ મોડી સાંજે અસામાજિક પ્રવૃત્તિઓ અહીં થતી જોવા મળતી હોય છે.
રાજેન્દ્ર પાર્કના પુલ પાસે અનેક માછલીઓ જાળમાંથી મૃત અવસ્થામાં જોવા મળી હતી. તરવૈયાઓને તાલીમ આપનાર સુરેશ વણોલ દ્વારા આ મૃત માછલીઓને મુક્ત કરાઈ હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અહીંથી અનેક જળચર જીવોનો શિકાર થતો હોય છે. આ પાર્ક અંદરના ભાગે આવેલું છે તેમજ અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા ન હોવાના કારણે શિકારી પ્રવૃત્તિ કરતા લોકોને મોકળું મેદાન મળી જાય છે અને આવા તત્વો મોદી સાંજે દારૂ અને માછલીઓની જાહેરમાં મિજબાની માણતા હોય છે.
આ અગાઉ પણ અનેક વખત ફાયર વિભાગને સાથે રાખી માછલી પકડવાની ઝાળમાંથી જળચર જીવોને મુક્ત કરાયા હતા. આવું વારંવાર થતું હોય છે પરંતુ તંત્રની ઉદાસીનતાનો લાભ અસમાજિક તત્વો લેતા હોય છે. જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે અને ખાસ રાજેન્દ્ર પાર્ક ખાતે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તો જ આવા તત્વો પર લગામ લાગે તેમ છે અને અસમાજિક પ્રવૃત્તિઓ અટકે તેમ છે. 
----------

Comments

COMMENT / REPLY FROM