Trending News
સ્થાનિક સમાચાર

કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સફળ બ્રેઇન ટ્યુમરની સર્જરીથી દર્દીને મળ્યું નવું જીવન

06 July



ભુજ - કચ્છઉદય : લાંબા સમયથી ચાલવામાં અને બોલવામાં તકલીફનો સામનો કરી રહેલા એક મહિલા દર્દીને કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે સફળ બ્રેઇન ટ્યુમરની સર્જરી બાદ નવું જીવન મળ્યું છે.દર્દીને છેલ્લા કેટલાક સમયથી ચાલવામાં તેમજ બોલવામાં ગંભીર તકલીફ થતી હતી. આ સમસ્યાને લઈને દર્દીના પરિવારજનોએ કચ્છની અનેક હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. શરૂઆતમાં વિવિધ જગ્યાએ પેટ સંબંધિત સમસ્યા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ દર્દીના લક્ષણોનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોતું. ત્યારબાદ દર્દી કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા, જ્યાં ન્યુરોસર્જન ડૉ. તારિક ખત્રીએ દર્દીની વિગતવાર તપાસ કરી અને બ્રેઇન એમ.આર.આઈ. કરાવવાની સલાહ આપી. એમ.આર.આઈ. રિપોર્ટમાં મગજમાં નાની ગાંઠ (બ્રેઇન ટ્યુમર) હોવાનું નિદાન થયું.ડૉ. તારિક ખત્રીએ દર્દી અને તેમના પરિવારજનોને સર્જરી અંગે સંપૂર્ણ માહિતી આપી, તેમની તમામ શંકાઓનું સમાધાન કર્યું અને આત્મવિશ્વાસ આપ્યો. ત્યારબાદ આશરે પાંચ કલાક ચાલેલી બ્રેઇન ટ્યુમરની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીની તબિયતમાં સતત સુધારો નોંધાયો. જે દર્દી અગાઉ ચાલી શકતા ન હતા અને સ્પષ્ટ રીતે બોલી શકતા ન હતા, તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ છે, સ્વતંત્ર રીતે ચાલી-ફરી શકે છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે અનેક હોસ્પિટલોમાં સારવાર લીધા બાદ પણ યોગ્ય નિદાન મળી શક્યું નહોતું, પરંતુ કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા બાદ યોગ્ય નિદાન અને સફળ સારવાર મળી છે. તેમણે ખાસ કરીને ડૉ. તારિક ખત્રી તથા હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં તેમને ઘર જેવો સ્નેહ, વિશ્વાસ અને ઉત્તમ સંભાળનો અનુભવ થયા છે.  હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ચાલવામાં મુશ્કેલી, બોલવામાં તકલીફ, સતત માથાનો દુખાવો અથવા શરીરમાં નબળાઈ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં. સમયસર નિદાન, યોગ્ય તપાસ અને નિષ્ણાત તબીબોની સારવારથી બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બીમારીઓનો પણ સફળતાપૂર્વક ઈલાજ શક્ય 
બને છે.
 

Comments

COMMENT / REPLY FROM