Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની મિની સંસદની વિવિધ સમિતિઓની કરાઈ રચના

06 July



કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ : વિવિધ સમિતિઓની રચના સાથે વિકાસકામોને અપાઈ મંજૂરી : કચ્છ જિલ્લાના વિકાસને અવિરત રાખવાની વિવિધ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોએ વ્યક્ત કરી નેમ 

ભુજ - કચ્છઉદય :  કચ્છ જિલ્લા પંચાયત કચેરી દ્વારા આજે ભુજ ખાતે આવેલ જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભાબેન હુણા રબારી, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વહીવટી અને માળખાકીય વિકાસને વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કારોબારી ચેરમેન હરીશ ભંડેરી, સત્તાપક્ષના નેતા ધનજી ચાવડા અને દંડક મેઘા ગઢવી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ અગાઉ લેવાયેલા નિર્ણયો પર થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ બેઠકનો મુખ્ય એજન્ડા જિલ્લા પંચાયતની વિવિધ અગત્યની સમિતિઓની રચના કરવાનો હતો. જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ, ઉત્પાદન-સહકાર અને સિંચાઈ તેમજ મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ અધિકારીઓને આ સમિતિઓ સુપ્રત કરવા અંગે પણ સભામાં નિર્ણય લેવાયો હતો.
જિલ્લા પંચાયતની સામાન્ય સભાના પ્રારંભે વીપક્ષી સભ્ય દ્વારા આ સામાન્ય સભા કઈ કાર્યપદ્ધતિ હેઠળ બોલાવવામાં આવી છે તે અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભાની જાણ સભ્યોને કોઈ રજીસ્ટર ટપાલ મારફતે કરવામાં આવી નથી માત્ર વોટ્‌સએપ ગ્રુપમાં મેસેજ કરી દેવાયા છે. કચ્છના અને કામોમાં મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી આ પ્રકારે સામાન્ય સભાની જાણ કરવાની પદ્ધતિ સામે પણ વિપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.સભા દરમિયાન વહીવટી અને માળખાકીય વિકાસના વિવિધ કાર્યો અંગે પણ 
વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલી જૂની જર્જરિત ગટરલાઈનને બદલે નવીન ગટરલાઈન બનાવવાની બાબતનો સમાવેશ થાય છે. સાથે જ ૧૫મા નાણાપંચ અંતર્ગત મંજૂર થયેલા જિલ્લા કક્ષાના વિકાસ કામોમાં સૂચિત ફેરફારોને બહાલી આપવામાં આવી હતી તેમજ જરૂરી વધારાની રકમ મંજૂર કરવા અંગે પણ સભ્યો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.



....................

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની યાદી

કારોબારી સમિતિ : હરેશભાઈ ભડેરી, જયદીપસિંહ જાડેજા, ગાયત્રીબા સોઢા, જયરામભાઈ સોનારા, વાલજીભાઈ સંઘાર, રાજેશભાઈ ચાવડા, મનીષાબેન જબુઆણી, તલકશીભાઈ ફફલ, રમેશભાઈ ચાડ
સામાજિક ન્યાય સમિતિ : તલકશીભાઈ ફફલ, નરેશભાઈ થારૂ, મંજુલાબેન ચાવડા, રાજેશભાઈ કાગી, રૂપાબેન પરમાર (કો.ઓપ્ટ)
જાહેર આરોગ્ય સમિતિ : ધનબાઈ પીંડોરીયા, સુરેશભાઈ મક્વાણા, રણજીતસિંહ જાડેજા, પુરીબેન ઢીલા, નરેશભાઈ થારૂ
શિક્ષણ સમિતિ : વર્ષાબેન કન્નડ, જયશ્રીબેન ચાવડા, દિનેશભાઈ રૂડાણી, જયદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, સુરેશભાઈ મક્વાણા, જયશ્રીબેન ડાંગર, રાણાભાઈ ડાંગર (કો.ઓપ્ટ), રશ્મીકાંત ઠક્કર (કો.ઓપ્ટ)
ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ : અબ્દુલ્લા બુઢા જત, ગાયત્રીબા સોઢા, નયનાબેન સોલંકી, રાજેશભાઈ ચાવડા, ધનબાઈ પીંડોરીયા
જાહેર બાંધકામ સમિતિ : મેઘબાઈ ગઢવી, રમેશભાઈ ચાડ, વાઘજીભાઈ છાંગા, સુરજબા સોઢા, મનીષાબેન જબુઆણી
અપીલ સમિતિ : પ્રભાબેન હુણ, મહાવીરસિંહ જાડેજા, હરીશભાઈ ભંડેરી, આશાબેન પરમાર, કમાભાઈ રબારી

 

Comments

COMMENT / REPLY FROM