પતિ-પત્ની ઓર વો : પતિના પરસ્ત્રી સાથેના સબંધોના વિરોધ કરનાર ગાંધીધામની પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ
ગાંધીધામ - કચ્છઉદય : પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોનો વિરોધ કરતાં ગાંધીધામની પરણિતાને સાસરીયાઓએ ત્રાસ આપ્યો“ગાંધીધામઃ“ગાંધીધામના સેક્ટર-૫ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને સાસરી પક્ષના ૮ સભ્યો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ પરિણીતાના લગ્ન પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સંખારી ગામે રહેતા શૈલેષ ઉર્ફે સચિન કનુભાઈ પરમાર સાથે થયા હતા.પરીણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોઈ, જે બાબતે વિરોધ કરતાં પતિ શૈલેષ, સાસુ રમીલાબેન, સસરા કનુભાઈ, કાકાસસરા દિનેશભાઈ, કાકીસાસુ જોશનાબેન, જેઠ મેહુલભાઈ અને નણંદ રીંકલબેન તથા સંગીતાબેન વગેરેએ એકસંપ થઈ પતિને પાયલબેન વિરુદ્ધ ચઢામણી કરી હતી. સાસરીયાઓ અવારનવાર મેણાટોણા મારી પરેશાન કરતા હતા અને પતિએ પરીણીતાને થપ્પડ મારી ગાળાગાળી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. આ મામલે મહિલા પોલીસે બી.એન.એસ. કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૫૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.પ્રજાપતિ ચલાવી
રહ્યા છે.

Comments