Trending News
ક્રાઈમ

રાપરમા સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જવાના ગુનામાં બે સામે પોકસો તળે કાર્યવાહી 

05 July



રાપર - કચ્છઉદય : રાપર તાલુકાના ગણેશપર પગીવાંઢ વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીનું અપહરણ થયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે બે શખ્સો સામે રાપર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશનથી મળતી સત્તાવાર વિગત મુજબ, ગણેશપર પગીવાંઢ ખાતે રહેતા અને ખેતમજૂરી કરતા વ્યક્તિની ૧૬ વર્ષ અને ૫ માસની સગીર દીકરીને ગત તા. ૦૨/૦૭/૨૦૨૬ના રોજ ગણેશપર ખાતે આવેલા તેમના ઘરેથી કોઈ બદકામ કરવાના અથવા લગ્ન કરવાના ઈરાદાથી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી જવામાં આવી છે. આ ગુનામાં સ્થાનિક પગીવાંઢના જ રહેવાસી દિનેશ કરશન કોલી અને જયંતીભાઈ નગાભાઇ કોલીએ એકબીજાની મદદગારી કરી હોવાનું ખુલ્યું છે. પરિવારે શોધખોળ કર્યા બાદ પુત્રી ન મળી આવતા આખરે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાએ મ્દ્ગજી કલમ ૧૩૭(૨), ૮૭ અને પોક્સો એક્ટની કલમ ૧૭, ૧૮ મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

......

Comments

COMMENT / REPLY FROM