Trending News
સ્થાનિક સમાચાર

ગૌરવપૂર્ણ ક્ષણઃ ગાંધીધામમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ તરફ ઐતિહાસિક કદમ

05 July



ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ભગીરથ પ્રયાસરૂપે આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો. શિણાય ડેમમાંથી એચ.એસ.આર. ટાંકા સુધી પાણી સપ્લાય કરવાની મહત્વકાંક્ષી કામગીરીનો શુભારંભ શિણાય ડેમ સાઇટ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો.આ ઐતિહાસિક શુભ પ્રસંગે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ  દેવજીભાઈ વરચંદ, જીલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ જીલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહાનગરપાલિકાના મેયરશ્રીમતી દિવ્યાબેન નાથાણી, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ ઝરૂ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તેજસભાઇ શેઠ સહિતના પદાધિકારીઓએ હાજરી આપીને કામગીરીને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા કમિશનરશ્રી દવેરા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ડે. કમિશનર સંજય રામાનુજ, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, ધનજીભાઈ હુંબલ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ  કલ્પેશભાઈ પટેલ, કુલદીપસિંહ ઝાલા, સુરેશભાઈ ધુંવા, ભરતભાઈ મીરાણી, મહેન્દ્ર જુણેજા, આશિકાબેન ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા.

..........

Comments

COMMENT / REPLY FROM