Trending News
સ્થાનિક સમાચાર

ભુજની પીસીવી મહેતા હાઈસ્કૂલમાં એક્ટિવિટી બેઝ્‌ડ વર્કશોપ યોજાયો

04 July



ભુજ - કચ્છઉદય : ભુજની પીસીવી મહેતા સાર્વજનિક હાઇસ્કુલમાં એક્ટિવિટી બેઝ્‌ડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે માં આશાપુરા બી.એડ કોલેજના આચાર્ય ડો.પલ્લવીબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાયર્ય ડો.ચેતનભાઇ બારમેડા તેમજ સ્ટાફગણમાં રમેશભાઈ મતીયા, દિનેશભાઈ પાનસરા અને દુષ્યંતભાઈ વોરા ની વિશેષ હાજરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.ચેતનભાઇ બાડમેરાના માર્ગદર્શન હેઠળ બીએડની તાલીમાર્થી બહેનો ગેડિયા જાનવી, જાડેજા નંદનીબા, રબારી મગીબેન દ્વારા તેમજ સંચાલન પાતાળિયા પરિતા દ્વારા કરવામાં આવ્યું હતું. 
શાળા પરિવાર વતી ડોક્ટર ચેતનભાઇ બારમેડાએ પ્રતિક ભેટ આપી અતિથિનું સન્માન કર્યું હતું તેમજ શાળાના ટ્રસ્ટી વાડીલાલભાઈ સાવલા, પંકજભાઈ મહેતા, સંદીપભાઈ દોશી, હશ્મિબેન દોશી, જયભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવી હતી. આ એક્ટિવિટીમાં ધોરણ નવ તેમજ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાં દરેક જૂથને ડો.પલ્લવીબેન દ્વારા નાટક વિશે ચાર જુદા જુદા વિષયોની ફાળવણી કરવામાં આવી હતી. દરેક જૂથને નાટકની તૈયારી માટે ૧૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને નાટકની રજૂઆત માટે પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ગમ્મત દ્વારા જ્ઞાન પીરસવાનો ડો.પલ્લવી બહેનનો આ પ્રયાસ સફળ રહ્યો હતો  તેમજ બધા બાળકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.આ વર્કશોપ દ્વારા મોટામાં મોટો લાભ એ થયો કે બાળકોમાં રહેલી શક્તિને ઉજાગર કરવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ. ઉપરાંત ડો.પલ્લવીબેને તમામ વિદ્યાર્થીઓને પેન આપી હતી.કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય ડો.ચેતનભાઇ બારમેડા દ્વારા સમગ્ર સ્ટાફ તેમજ શાળા પરિવાર તરફથી ડો. પલ્લવી બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
-------

Comments

COMMENT / REPLY FROM