Trending News
સ્થાનિક સમાચાર

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે અપાશે માર્ગદર્શન

04 July



ભુજ - કચ્છઉદય : કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાનો લાભ કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી હિતેશભાઇ હિંમતલાલ ખંડોળ સખત મહેનત કરી રહ્યા છે. તેઓે હાલમાં કચ્છ જિલ્લાના ભાજપના મહામંત્રી અને સાથે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ પ્રમુખ પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ હવેથી તેમની બીજી ઓફિસ ભુજ હોસ્પિટલ રોડ મધ્યે વાઇબલ હોસ્પિટલની સામે ત્યાં જાહેર જનતાને બધી યોજનાને કેટેગરીવાઈઝ આવરી લેવા માટે નીચેની યોજનાની તદ્દન નિઃશુલ્ક સેવા ઓનલાઇન અને ઓફલાઈન બધી યોજનાઓનું માર્ગદર્શન તેમજ તેના ઓનલાઈન ફોર્મ અને ઓફલાઈન ફોર્મ લાભાર્થીને બધી રીતે મદદરૂપ થવામાં આવશે, જેમાં ઓફલાઈન યોજનામાં આવકનો દાખલો, રાશનકાર્ડ નવું સુધારો વધારો નામ કમી, વિધવા સહાય યોજના, લગ્ન નોંધણી, જન્મનો દાખલો, વાલી દિકરી યોજના, ઇડબલ્યુએસ સર્ટિફિકેટ,, જાતિનો દાખલો, વૃદ્ધ સહાય યોજના અને ઓનલાઇન યોજનામાં આયુષ્યમાન કાર્ડ, વય વંદના કાર્ડ (૭૦ વર્ષ થી વધુ આયુષ્યમાન કાર્ડ ), ચૂંટણી કાર્ડ નવું તેમજ સુધારા વધારા, કુવરબાઈનુ મામેરુ, ઇ શ્રમ કાર્ડ, રાશન કાર્ડ ઈ કેવાયસી, પીએમ સ્વાનિધિ યોજના, ખેડૂત ફાર્મા રજીસ્ટર તેમજ ઈ કેવાયસી, વાજપાઇ કેબલ લોન યોજના આવી અનેક યોજનાઓ સમાવેશ થાય છે, જેનાથી ઘણા લાભાર્થીઓ વંચિત છે. આ બધી યોજનાથી વંચિત ન રહે તે હેતુ થી ભુજ હોસ્પિટલ રોડ ઓફિસ મધ્યે સોમવારથી શનીવાર સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ તેમજ સાંજે ૪ થી ૬ સુધી માર્ગદર્શન આપવામાં આવશે તેમજ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ સંદેશ ગામના દરેક લાભાર્થી સુધી જાય દરેક લાભાર્થી લાભ લે તે હેતુથી હિતેશભાઈ ખંડોરે એક નવી પહેલ કરેલ છે.
------

Comments

COMMENT / REPLY FROM