Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-પાણીપત પાઈપલાઈન તેલચોર ગેંગ ફરી મેદાનમાં

04 July

પ્રશાસન ગંભીર બનેઅણુબોમ્બ પર બેઠલ સંકુલ માટે લાલબત્તી





આઈઓસીએલ કંપનીની પાઈપલાઈનમાં છીંડા પાડી તેલચોરીનો કારસો : ગાંધીધામ બી ડીવીજન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ : ચુડવા સીમમાં પાઈપલાઈનમાં મોટું ભંગાણ ઝડપાયુ, ૧ મીટર જેટલું ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું


પૂર્વ કચ્છમાં ટુંકાગાળામાં મુંદરા-પાણીપત પાઈપલાઈન ચોરીના કારસાની નોંધાઈ ફરીયાદ : અગાઉ થોડા સમય પહેલા જ આ રીતે જ ખેતર-વાડી જમીન ખરીદી, પાઈપલાઈનમાં મોટા ભંગાણ પાડી તેલચોરી કરવાના કારસાનો થયો હતો પર્દાફાશ : તે કેસમાં પણ ધાક બેસાડતી લાલઆંખ થવાના બદલે કુખ્યાત તેલચોરોને આબાદ જામીન મળી જાય તેવી સગવડો થઈ ગઈ હોવાની છે ચકચાર


ખાટલે મોટી ખોટ : ગાંધીધામ બી ડીવીજન પોલીસ મથક આવી ઘટનાની ફરીયાદને હળવાશથી ન લે, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ખુદ આવા ઘટનાક્રમોની તપાસમાં ગંભીરતા દાખવે : આ કોઈ સામાન્ય બનાવ નથી, પાઈપલાઈન તેલચોરો આટઆટલી હિમંત ફરી ફરીને લાવે છે કયાંથી? જયાથી ચોરી થઈ તે પાઈપલાઈન વાળી જમીન કોની છે? થોડા સમય પહેલા કયા તત્વો સામે પાઈપલાઈન તેલચોરીનો નામજોગ ગુનો દાખલ થયો હતો?તે ટોળકીની તો આ કાંડમાં કોઈ ભુમિકા નથી ને?



ગાંધીધામ : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા ચુડવા ગામની સીમમાં આઇ.ઓ.સી.એલ. કંપનીની મુન્દ્રા-પાનિપત પાઇપલાઇનમાં મોડી રાત્રે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ પ્રકાશમાં આવ્યો છે. પાઇપલાઇનમાં પંચર કરવાના ઇરાદે આશરે એક મીટર જેટલું ગેરકાયદેસર ખોદકામ કરનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગત તા. ૨ જુલાઈના રોજ રાત્રિના આશરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં ચુડવા સીમ વિસ્તારમાં ચેનેજ નંબર ૭૫ પાસે આ ઘટના બની હતી. મુન્દ્રા ખાતે નોકરી કરતા કંપનીના જવાબદાર અધિકારી ધર્મેન્દ્ર ખેગારભાઈ મહેશ્વરીએ ઉપરી અધિકારીઓની સૂચનાથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા તત્વોએ પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ કે અન્ય પેટ્રોલિયમ 
પેદાશની ચોરી કરવાના ઇરાદે ખોદકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૩૦૩(૨), ૬૨ તેમજ પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન એક્ટ અને સાર્વજનિક મિલકત નુકસાન અટકાવવાનો અધિનિયમ કલમ ૩ અને ૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.બી. બામ્ભા ચલાવી રહ્યા છે.


...................

આવા પાપના ભાગીદાર બનનારા તત્વો હવે તો અટકી જાય!


આઈજીશ્રી કોરડીયા કડક લાલઆંખ કરેઃ દારૂ-જુગાર-આંકડાની દુકાનો ચાલે પણ તેલચોરી જેવું દેશદ્રોહી કૃત્ય ન સાંખી લેવાય

ગાંધીધામ-કંડલા સંકુલ અણુબોમ્બના ઢગલા પરઃ તેલ પાઇપલાઇનમાં ભંગાણ મોટી હોનારત સર્જશે, ભ્રષ્ટ તત્વો પાપના ભાગીદાર બનવાનું બંધ કરે


ગાંધીધામઃ“કચ્છ બોર્ડર રેન્જના આઇજીશ્રી ચિરાગ કોરડીયા પણ આ ગંભીર બાબતે સફાળા જાગે અને કડક લાલઆંખ કરે તેવી લોકમાગ પ્રબળ બની છે. પૂર્વ કચ્છમાં અવારનવાર દારૂના મસમોટા અડ્ડાઓ પકડાય છે, જુગાર ક્લબો પર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) ત્રાટકી રહી છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે સ્થાનિક સ્તરે અમુક ભ્રષ્ટ તત્વોની મિલીભગત અને સિન્ડિકેટની દુકાનો બેરોકટોક ધમધમી રહી છે. દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવીને કદાચ અમુક ભ્રષ્ટ તત્વોના પેટના ખાડા ન ભરાતા હોય એટલે તેઓ હપ્તા ખાતા રહે છે અને પ્રજા પણ કદાચ આ બાબતે મૌન સેવી લેતી હશે, પરંતુ પાઇપલાઇનમાંથી તેલચોરીની ઘટના એ માત્ર સાદી ચોરી નથી, તે રાષ્ટ્રીય સંપત્તિને ખુલ્લેઆમ નુકસાન પહોંચાડતું અતિ ગંભીર દેશદ્રોહી કૃત્ય છે.““આવા દેશદ્રોહી કૃત્યો આચરનારા તત્વો સામે જો ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવામાં આવે તો એ સહેજ પણ સાંખી શકાય નહીં. કમાવવા માટે અન્ય ધંધાઓ પડ્યા જ છે, અને જેસીબી તેમજ ટ્રેક્ટરો લઈને આડેધડ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓમાં પણ અમુક તત્વો મલાઈ તારવી રહ્યા છે. પરંતુ, પાઇપલાઇનમાંથી તેલની ચોરી કરવી એ સમગ્ર વિસ્તાર માટે ક્યારેક બહુ મોટી આફત નોતરી શકે છે.
’


.................

તેલચોરી કરનારાઓ સામે રાષ્ટ્રદ્રોહની જ કલમ લગાડો!

ગાંધીધામ : “ઓઇલ એ ભારતની કિંમતી રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા સાથે જોડાયેલી આવી મહત્વની પાઇપલાઇનમાં જે કોઈ પણ શખ્સ ગેરકાયદેસર ખોદકામ કરી ચોરી કરવાનો પ્રયાસ કરે, તેની સામે દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ રાષ્ટ્રદ્રોહની જ કડક કલમો લગાડવી જોઈએ. સામાન્ય ચોરીનો ગુનો નોંધીને આવા તત્વોને મોકળું મેદાન આપવાના બદલે આઇજીપી ચિરાગ કોરડીયા આ મામલે કડક વલણ અપનાવી સમગ્ર રેન્જમાં દાખલારૂપ કાયદાકીય પાઠ ભણાવે તે જ રાષ્ટ્રહિતમાં છે.

...............

અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ પણ હોનારતમાંથી આબાદ નહીં બચી શકે!

ગાંધીધામઃઅણુબોમ્બ પર બેઠેલા કંડલા-ગાંધીધામ સંકુલમાં તેલની પાઇપલાઇનમાં જો ક્યારેક આવા ચીભડ અને લાલચુ તત્વોના કારણે મોટું ભંગાણ કે બ્લાસ્ટ થયો અને કોઈ મોટી હોનારત સર્જાઈ ગઈ, તો અહી કોઈ બચી શકશે નહીં. માત્ર સામાન્ય પ્રજાજનો જ નહીં, પણ અડ્ડાબાજો પાસેથી હપ્તા ખાનારા ભ્રષ્ટ ખાખીધારીઓ પણ તેમાંથી આબાદ બચી શકવાના નથી, આ વાત ભુલવી ન જોઈએ. તેલચોરી કરનારાઓ પાસેથી ભાગબટાઈ કરવી અથવા તો તેમને છાવરવા એ કોઈ પણ રીતે દેશદ્રોહથી ઓછી ઘટના નથી. 

 

Comments

COMMENT / REPLY FROM