સામખીયાળી-મોરબી હાઇવે પર કન્ટેનરે બાઇકને કચડીઃ મહિલાનું કમકમાટી ભર્યું મોત : દંપતી ઘાયલ
ગાંધીધામ : સામખીયાળી - મોરબી હાઇવે પર સુરજબારી ટોલપ્લાઝા નજીક જશાપર વાંઢ તરફ જતા કટ પાસે એક બેકાબૂ કન્ટેનર ટ્રકે મોટરસાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક સવાર એક મહિલાનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે.“પોલીસ ફરિયાદ અનુસાર, ભચાઉના ગોડપર ગામે રહેતા પ્રભુભાઈ વજાભાઈ કોલી (ઉ.વ. ૫૧) પોતાની મોટરસાયકલ (ય્ત્ન-૧૩-ઈઝ્ર-૧૦૫૮) પર પત્ની કંકુબેન અને વેવાણ ચોથીબેન સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તા. ૧ જુલાઈના સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં કન્ટેનર નંબર ય્ત્ન-૩૯-્મ્-૦૦૮૫ ના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ચોથીબેનને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે કંકુબેનને બ્રેઇન હેમરેજ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત પ્રભુભાઈએ પત્નીની સારવાર ચાલુ હોવાથી ગઈકાલે મોડી સાંજે રજા મળ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરાર કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments