પૂર્વ કચ્છમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે તવાઈ
સામખીયાળી-અંજાર-ભચાઉ-રાપર સહિતનમા વિસ્તારોમાથી છરી જેવા તિક્ષ્ણ હથિયારો સાથે અલગ અલગ શખ્સો ઝડપાયા
ગાંધીધામ : હથિયારબંધી બાબતે જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામુ બહાર પડાયુ છે ઉપરાંત પણ અંજારથી લઈ અને વિવીધ વિસ્તારોમાં છરી સહિતના હથિયારો રાખનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
ગઈકાલે બપોરે ૧૫ઃ૪૦ વાગ્યાના અરસામાં વીડી અભિયાનગરના રહેવાસી જયંતી મનજીભાઈ કોલી (ઉ.વ. ૫૫) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી એક છરી મળી આવી હતી. તો વળી ભચાઉમાં ગઈકાલે સાંજે સાગર ગીરીશ સથવારા (ઉ.વ. ૨૩, રહે. કુંભારડી, ભચાઉ) ની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકની ભેટમાંથી એક છરી મળી આવી હતી. સામખીયાળી સર્વિસ રોડ પરથી તોસીફ હાજી ઠેબા (ઉ.વ. ૨૨, રહે. જમાતખાનાની બાજુમાં, સામખીયાળી) નામનો યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના કબ્જામાંથી લાકડાના હાથા વાળી એક ચળકાટ મારતી છરી મળી આવી હતી. ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી એ.એસ.આઇ. નરેશભાઇ મોહનલાલે હાથ ધરી છે. ઉપરાંત શાંતિનગર પ્લોટ વિસ્તારમાંથી પણ હરેશ દુદાભાઈ બારોટ (ઉ.વ. ૨૨, રહે. શાંતિનગર, સામખીયાળી) ને અટકાવ્યો હતો. તેની તપાસ કરતા કબ્જામાંથી પ્લાસ્ટિકના હાથા વાળી કાળા રંગની એક છરી મળી આવી હતી. વાગડ પંથકના રાપર શહેરમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે એક આધેડને છરી સાથે ઝડપી લીધો છે. રાપર પોલીસ મથકના કોન્સ્ટેબલ દરજાભાઈ વેરાણા ગઈકાલે સાંજે પેટ્રોલીંગમાં હતા, ત્યારે અયોધ્યાપુરી વિસ્તારમાંથી નવીનભાઈ ઉર્ફે નરેન્દ્ર ખીમજીભાઈ સિયારીયા (ઉ.વ. ૫૦, રહે. અયોધ્યા પુરી, રાપર) નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેતા કબ્જામાંથી એક છરી મળી આવી હતી. ભચાઉ પોલીસે વોંધ બ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા દેવા હરીભાઇ લુહાર (ઉ.વ. ૫૪, રહે. દત્તક વિસ્તાર, વોંધ, તા. ભચાઉ) પાસેથી એક છરી પકડી છે. તે દરમિયાન મેઘપર ઘેટી પાયગા પાસે ખુલ્લા વિસ્તારમાંથી મુકેશ નામ શખ્સની પોલીસે અંગઝડતી લેતા તેની પાસેથી જાહેર હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતી એક છરી મળી આવી હતી. તો વળી કુંભારડી (તા. ભચાઉ) ના રહેવાસી કારા ભાઈ શિયારીયા (ઉ.વ. ૨૫) નામનો યુવક કમરના ભાગે ભેઠમાં છરી રાખીને પસાર થતા ઝડપાઈ ગયો હતો. રાપર પોલીસ મથકના કોન્સ્ટેબલ હરેશકુમાર પ્રેમજીભાઈ ચૌધરી ગઈકાલે સાંજે નારણપર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, ત્યારે સાંજના ૧ઝ્રરીષ્ઠાઃ૩૦ વાગ્યે ચોથાભાઇ રાજાભાઇ કોલી (ઉ.વ. ૪૬, રહે. નારણપર, તા. રાપર) નામનો શખ્સ પોતાના કબ્જામાં લાકડાનો ધોકો રાખીને મળી આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-ભુજના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ચંદનભાઈ ઈશ્વરભાઈને સોંપી છે.

Comments