ગાંધીધામમાં ગહેના પ્રિમિયમ જ્વેલરી એક્ઝિબિશનનો દબદબાભેર પ્રારંભ
આભૂષણપ્રિય ગાંધીધામના લોકો માટે આ વખતે વિવિધ બ્રાન્ડ, સવિશેષ વેરાયટીઝનું આકર્ષણ
ગાંધીધામ - કચ્છઉદય : મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઈવેન્ટસ એન્ડ પ્રમોશન પ્રા. લિ. ઈવેન્ટસ કંપની જે ભારતના વિવિધ શહેરોમાં અગ્રણ્ય જવેલરી બ્રાન્ડસને સાથે રાખી એક્ઝિબિશન કરે છે, જેથી સ્થાનિક ગ્રાહકોને એક જગ્યાએ જ ગુજરાતના ખ્યાતનામ અને અગ્રણી જ્વેલર્સની રીયલ ગોલ્ડ જવેલરીનું પ્રીમિયમ કલેકશન જોવા મળે. સતત બે વર્ષથી અપ્રતિમ સફળતા મળ્યા બાદ કચ્છમાં ચોથા વર્ષે મલ્ટી બ્રાડન્સ જવેલરીનું એક્ઝિબિશન ગાંધીધામની હોટેલ રેડીશન ખાતે ત્રણ દિવસ માટે આયોજન કરાયું છે.આ એક્ઝિબિશન સેલમાં અનંતા જવેલ્સ -અમદાવાદ, કલાનીધી જવેલર્સ -સુરત, ૯૨.૫ સિલ્વર બ્રાઈડલ જવેલરી માટે પ્રખ્યાત બેલ્લા રોકા -સુરત, જેકેજે જવલર્સ -જયપુર, વી.વી. જવેલ્સ, ભગવતી જવેલ્સ -અમદાવાદ, તત્સમ જવેલર્સ -સુરત, ઓરીતા ડાયમંડ્સ -અમદાવાદ, પચ્છીઘર જવેલર્સ -અમદાવાદ જેવી ભારતની ખ્યાતનામ બ્રાન્ડસની પ્રિમીયમ જવેલરીનું એકસકલુસીવ કલેકશન કચ્છીઓને એક જ જગ્યાએ જોવા મળી રહેશે.
ભારતના ૧૭ શહેરોમાં અત્યાર સુધી ૩૫૦થી વધુ એક્ઝિબિશન યોજનાર માત્ર દ્રષ્ટિ ઈવેન્ટસ દ્વારા કચ્છી નવા વર્ષે પૂર્વે આ આયોજન કરવામાં આવ્યું છે. હોટેલ રેડીશન ખાતે પ્રારંભ થયેલ આ એકિઝબિશનની દરરોજ બપોરે ૪ થી રાત્રે ૧૧.૩૦ સુધી મુલાકાત લઈ શકાશે, જેમાં એન્ટિક ગોલ્ડ, ટેમ્પલ જવેલરી, પોલ્કી, રીયલ ડાયમન્ડ, જડાવ (જડતર), ખાખોમોતી તથા ૨૦૨૬નું લેટેસ્ટ બ્રાઈડલ જવેલરી કલેકશન છે. ૫૦૦૦ કરતા પણ વધુ ડીઝાઈન્સ જોવા મળશે. આ પ્રદર્શનની મુલાકાત સાથે ખરીદી કરી શકાશે. વધુ વિગત માટે ૯૮૯૨૩ ૯૮૩૬૦ નંબર પર સંપર્ક કરી શકાશે.
---------

Comments