Trending News
સ્થાનિક સમાચાર

ભુજ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં મંગલમ કેન્ટીન શરૂ કરવા અરજીઓ મંગાવાઈ

03 July


ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે જાહેર જનતા અને સ્ટાફની સુવિધા માટે તેમજ મહિલાઓને રોજગારી પૂરી પાડવાના હેતુસર એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મંગલમ કેન્ટીન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા અથવા કેન્ટીન શરૂ કરવા ઈચ્છતા નોંધાયેલા સખી મંડળો, સ્વ-સહાય જૂથો અને મહિલા મંડળો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા જૂથોએ આગામી તારીખ ૧૫ જુલાઈ સુધીમાં જાહેર રજા સિવાયના દિવસોમાં ભુજ તાલુકા પંચાયત કચેરીની એનઆરએલએમ શાખાનો રૂબરૂ સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને આ ભરેલું ફોર્મ રજીસ્ટર એડી થી પરત મોકલવાનું રહેશે. આ અંગેની વધુ વિગતવાર માહિતી માટે તાલુકા લાઈવલીહુડ મેનેજર જયભાઈ પુરોહિતનો મોબાઈલ નંબર ૭૦૧૬૪૫૩૨૫૭ પર સંપર્ક કરવા માટે તાલુકા વિકાસ અધિકારી, ભુજની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM