જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી
ભુજ - કચ્છઉદય : નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયાની અધ્યકક્ષતામાં કોર્ન્ફ્ન્સ હોલ, કલેક્ટર કચેરી, ભુજ ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને અને તેઓના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સચિવ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી હિરેન એન. લીંબાચીયા, સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ આમંત્રિત પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments