Trending News
સ્થાનિક સમાચાર

પલાસવા  યુવક મર્ડર  કાંડ પુનો ૩૦ લાખનો તોડ કરી સામેથી રજૂ થવાની ફિરાકમાં ? ‘કુલડીમાં ગોળ ભાંગવા’નો કારસો!

03 July



દારૂના રાજા તરીકે પંકાયેલો લિકર માફિયા પોલીસ બાતમીદારનું અપહરણ કરી રાજસ્થાનમાં ઢીમ ઢાળી દીધા બાદ પણ બેફામ : કેટલાક ભ્રષ્ટ ખાખીધારીઓના જોરે જેલમાંથી સામ્રાજ્ય ચલાવવાની ગોઠવણ? : જેલનો પુના ભય નથી, અંદરથી જ ઓપરેટ થાય છે નેટવ


ખાટલે મોટી ખોટ : બાતમી લીક કરનારનું નામ ઉજાગર કેમ ન કરાય! પુનાએ જે યુવાનની ધંધાકીય અદાવતમાં હત્યા નિપજાવી દીધી તેનું નામ કયા શખ્સે આપ્યુ હતુ? મર્ડરમાં પુનાને મદદગારીમાં આ શખ્સનું નામ પણ ફરીયાદમાં કેમ નથી ઉમેરાતું?



ગાંધીધામ : કચ્છભરમાં દારૂનું કરોડો રૂપિયાનું નેટવર્ક ચલાવતો કુખ્યાત લિકર માફિયા પુનો હવે એટલી હદે ફાટીને ધુમાડે ગયો છે કે પોતાના ધંધામાં આડે આવનારાઓનું કાસળ કાઢતા પણ અચકાતો નથી. ચર્ચાઓ અનુસાર પલાસવા હાઇવે પટ્ટી પરથી પોલીસના જ એક બાતમીદારનું અપહરણ કરી, તેને છેક રાજસ્થાન લઈ જઈને મોતને ઘાટ ઉતારી દેવાના કથિત આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં હવે કાળો ખેલ શરૂ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ કચ્છના એસ.પી. શ્રી સાગર બાગમારની ગંભીરતા અને કડક વલણને કારણે આ મામલે આડેસર પોલીસ મથકમાં હત્યાની કલમો હેઠળ ગુનો તો દાખલ થઈ ગયો છે, નહીંતર પુનો આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવી દેવા માટે બધી જ ગોઠવણ કરીને બેઠો હતો. તે સમગ્ર કચ્છમાં પોતાનો ખૌફ જાળવી રાખવા માંગતો હતો. જોકે, ગુનો નોંધાયા બાદ પણ કડક કાર્યવાહી થવાના બદલે ક્યાંક ને ક્યાંક પુનો સામેથી જ રજૂ થઈ જાય (હાજર થઈ જાય) તેવી પટકથા ગોઠવાઈ રહી છે. જાણકારોના મતે, પુનાને તેના દારૂના ધંધાકીય સામ્રાજ્યની આંતરિક ગોઠવણો માટે પાંચ-સાત દિવસનો પૂરતો સમય પણ આપી દેવાયો છે અને આ આખી વેતરણ પાછળ રૂ. ૨૫ થી ૩૦ લાખની મોટી રકમનો તોડ થયો હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે.પુનાને જેલમાં જવાનો કોઈ ડર નથી, કારણ કે બહાર રહેવા કરતાં જેલની અંદર રહીને તે વધુ બેફામ બનીને પોતાનું દારૂનું સામ્રાજ્ય ચલાવે છે. ભૂતકાળમાં લિકરના જ એક મોટા કેસમાં જેલમાં હોવા છતાં પણ પુનો બહાર દારૂના મોટા જથ્થા મંગાવતો હતો, જેની ફરિયાદો પોલીસ ચોપડે ઓલરેડી નોંધાઈ ચૂકી છે. જેલમાં તેને મોબાઈલ ફોન સહિતની તમામ વૈભવી સવલતો અને સગવડો આસાનીથી મળી રહે છે. હજુ હમણાં જ રાપર સબ જેલમાંથી દારૂના મોટા ગજાના બૂટલેગરો પાસેથી ફોન મળી આવવાની ઘટના તાજી જ છે, જેની તપાસ પણ ચાલી રહી છે. આ સંજોગોમાં, પુના વિરુદ્ધ કડક કાયદાકીય કલમો હેઠળ સજા કરાવવાના બદલે તેને છાવરનારી ટોળકી દ્વારા એવી સ્ક્રિપ્ટ લખાઈ છે કે તે સામેથી હાજર થાય, હળવી કલમો લાગે અને થોડા જ દિવસોમાં જામીન પર મુક્ત થઈ જાય! આ મામલે તપાસનીશ ટીમ અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઊંડી ગંભીરતા દાખવે તે અનિવાર્ય બન્યું છે.


......................



વહીવટદાર નરેન્દ્ર-મયુર સાગરીતો આણી ટોળકી મહેરબાન તો પુનો-નવઘણ જેવા બૂટલેગરો પહેલવાન...!

જયારે પણ એસએમસી કે અન્ય કોઈ મોટી રેઈડ પડી જાય એટલે સ્થાનિકના કોઈને કોઈ અધિકારી કે કર્મચારીનો ભોગ લેવાઈ જાય છે? પણ આવા મોટા ધંધાઓની સિન્ડીકેટ રચી બેઠેલા, મોટા બુટલેગરોની સાથે ભાગબટાઈ ધરાવનારાઓ મુખ્ય વહીવટદારો કેમ આબાદ જ રહી જાય છે? પુના જેવાને માફીયો બનાવનાર ભ્રષ્ટ વહીવટદાર નરેન્દ્ર-મયુર પર કોના ચાર હાથ છે? આ ટોળકી દારૂ જેવા મોટા મોટા ધંધાઓમાથી મળતા વહીવટની રકમો ઉપર કોને કોને આપે છે?

ગાંધીધામ : કચ્છમાં સરકારી તંત્ર અને આઈજી સાહેબની સમાંતર જ આખા જિલ્લામાં વહીવટનું શાસન ચલાવતો આ ‘નરેન્દ્ર’ કોણ છે? એવું ચર્ચાઈ રહ્યું છે કે લિકર માફિયા પુના અને રામાના કરોડો રૂપિયાના આલીશાન બંગલાઓની હરોળમાં જ અડોઅડ આ વહીવટદારનો પણ મોટો બંગલો આવેલો હોવાનુ ચર્ચાય છે! પુના, રામા અને નવઘણ જેવા તત્વોને દારૂના મોટા માફિયા બનાવવામાં આ નરેન્દ્રએ જ પડદા પાછળ રહીને મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વહીવટદાર નરેન્દ્રના ચાર હાથ (છત્રછાયા) હોવાને કારણે જ ભુજ પટ્ટામાં નવઘણ સિવાય બીજા કોઈને દારૂ સપ્લાય કરવાની પરવાનગી જ મળતી નથી. આજે પણ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગાપટા રૂપે મોટા પ્રમાણમાં નવઘણ દ્વારા જ કચ્છમાં ઠલવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. હાલમાં નવઘણને આ લાઈનમાંથી દૂર કરી દારૂની નવી લાઈન ચાલુ કરવા માટે કેટલાય બૂટલેગરો લાખો રૂપિયાની પેટીઓ લઈને ફરી રહ્યા છે, પરંતુ નરેન્દ્રના ચાર હાથ હોવાથી દારૂના આ કાળા કારોબારમાં નવઘણનું એકચક્રી શાસન આજે પણ અકબંધ છે. જો આ ‘નરેન્દ્ર નેટવર્ક’ પર આકરા પ્રહારો કરવામાં નહીં આવે, તો બાતમીદારોની હત્યાના સિલસિલા રોકાશે નહીં!



...............


ક્રુર બુટલેગરોથી ભાગબટાઈ કરી હપ્તા ખાનારા
ખાખીધારીઓ ચેતે? ખાનદાન ભીખ માંગતુ થશે!



ગાંધીધામ : પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે આવા બુટલેગરો જે બાતમીદારનું મર્ડર કરી નાખે, તેને એવો માર મારે કે ૮ર-૮ર ફ્રેકચર આવે તેવા ક્રુર વ્યકિતને ભ્રષ્ટ પોલીસ મદદ કરે અને બુટલેગરોથી નાણા પણ મેળવે અને આવા નાણાનો ઉપયોગ તે પોલીસ વાળાના ઘરમાં થાય અને તે ઘરના ખાનદાનમાં કેવા કેવા પેદા થાય? તે તો પછી રીટાયર્ડ થયા બાદ ગામની બહાર એઠવાડ ખાતા જ જોવા મળી આવતા હોય છે. કારણ કે આવા બુટલેઘરો, ક્રુર હત્યારાઓના નાણા ખાધા બાદ તો બુદ્ધી ભ્રષ્ટ જ થઈ જતી હોય છે. આવા શખ્સો રીટાયર્ડ થયા બાદ તેમના ખાનદાનવાળાઓ ભીખ માંગતા જ જોવા મળતા હોય છે.  એટલે આવા બાતમીદારના મોત થાય અને તેમાં મદદ કરવાના બુટલેગરો પૈસા આપે તે બહુ જ નુકસાનકારણ સાબિત થતા હોય છે.


...................



પુનાનો દારૂનો કરોડોનો હિસાબ - કિતાબ લઈને ગુજરાતથી ચાર રાજ્ય દૂર કોને મોકલી દેવાયા?

ગાંધીધામ : આ મર્ડર કેસ અને દારૂના કારોબારમાં જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે. ચર્ચા છે કે ગુનો નોંધાતાની સાથે જ પુનાના કરોડો રૂપિયાના દારૂના કારોબારનો કાચો-પાકો હિસાબ-કિતાબ (ચોપડા) લઈને ગુજરાતની સરહદો વટાવી છેક ચાર રાજ્ય દૂર એક ખાસ માણસને રવાના કરી દેવાયો છે. જો ઉચ્ચ કક્ષાએથી આ દિશામાં તપાસ લંબાય તો અનેક ચોંકાવનારા રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.પુનાના કયા નજીકના સબંધીને હિસાબ-કિતાબ સાથે ગુજરાતથી ચાર રાજય દુર મોકલી દેવાયા છે?


.................

આઈજીશ્રી કરે કડક તપાસઃ તેમની 
પોતાની ટીમમાં જ મોટા મોટા છીંડા?


સજામાં કચ્છથી ચાર જિલ્લા દુર બદલી પામેલા તત્વો ફરી ફરીને કચ્છમાં જ મોકાની જગ્યાઓ પર કેવી રીતે ગોઠવાઈ જાય છે?




ગાધીધામ : કચ્છ પોલીસ બેડામાં ચાલતી આંતરિક સાંઠગાંઠ પર સવાલ ઉઠાવતા ચર્ચાઈ રહ્યું છે કે, આઈજી સાહેબે પોતે કડક તપાસ કરવી જોઈએ કે તેમની પોતાની ટીમમાં જ મોટા છીંડારૂપ તત્વો તો નથી ભળેલા ને? ભૂતકાળમાં એક આઈજીએ સજાના ભાગરૂપે જે કર્મચારીઓની રેન્જમાંથી બદલી કરીને પાંચ જિલ્લા દૂર ફેંકી દીધા હતા, તેઓ ગણતરીના મહિનાઓમાં જ ફરીથી કચ્છમાં મોકાની જગ્યાઓ પર આવીને કેવી રીતે ગોઠવાઈ જાય છે? જો સજાના ભાગરૂપે આઈજીએ કરેલા અહેવાલો સાચા હતા, તો બે-ચાર મહિનામાં જ આવા ભ્રષ્ટ કર્મચારીઓ પર કોના આશીર્વાદ ઉતરે છે કે તેઓ પરત એ જ મલાઈદાર જગ્યાઓ પર પદભાર સંભાળી લે છે? આ એક મોટો સવાલ છે.


.................

પુનાના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ ચકાસોઃ સાયબર ક્રાઈમ ટીમ-ૈઁં શેના માટે છે?

ગાંધીધામ : ગુનાખોરીના આ આખા નેટવર્કને તોડવા માટે પુનાના મોબાઈલ ફોનના કોલ ડિટેલ્સ રેકોડ્‌ર્સ ની ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે. પુનો સતત કોના સંપર્કમાં હતો અને હત્યા પહેલા તેમજ પછી કયા ખાખીધારીઓ કે સફેદપોશ લોકો સાથે તેની કલાક-કલાકો સુધી વાત થઈ છે, તે સાયબર ક્રાઈમની ટીમ ધારે તો મિનિટોમાં શોધી શકે છે. તો પછી સાયબર ક્રાઈમની ટીમ કે પી.આઈ. આ બાબતે મૌન કેમ છે?

 

Comments

COMMENT / REPLY FROM