Trending News
ક્રાઈમ

અંજારમાં PI  જાડેજાનો વધુ એક સપાટો : સોશિયલ મીડિયા ચીટર ગેંગ નો પર્દાફાશ

03 July


ચારગણા નફાની લાલચે રૂ. ૧.૫૦ લાખની ઠગાઈ : અંજાર પોલીસે ચીટર ગેંગના બે આરોપીઓને ઝડપી રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે આરોપી હજુ ફરાર


અંજારઃ સોશિયલ મીડિયા મારફતે લોકોનો વિશ્વાસ જીતી ચારગણા રૂપિયા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ચીટર ગેંગનો અંજાર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે.રાજકોટના પાર્થ જશુખભાઈ કારેલિયાને ફેસબુક પર “પ્રતિક પટેલ” નામથી ઓળખાણ કરી વોટ્‌સએપ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ રૂ. ૧.૫૦ લાખના બદલામાં રૂ. ૬ લાખ આપવાની લાલચ આપી ફરિયાદીને અંજાર બોલાવ્યો હતો. ત્યાં ફરિયાદી પાસેથી રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.ફરિયાદના આધારે અંજાર પોલીસે તપાસ હાથ ધરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી સ્વિફ્ટ કાર શોધી કાઢી હતી. 
પોલીસે અલીઅબ્બાસ કાશમશા શેખ (ઉ.વ. ૨૩) અને મહંમદરઝાક ઇબ્રાહીમશા શેખ (ઉ.વ. ૨૧)ને ઝડપી પાડ્યા છે. જ્યારે અલીઅકબર શેખ અને ગનીભાઈ શેખને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૧.૫૦ લાખ રોકડા, સ્વિફ્ટ કાર, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી લોકોને ચારગણા નફાની લાલચ આપી અંજાર બોલાવી 
છેતરપિંડી કરતા હતા. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.


..................


કેબલ ચોરી, ઘરફોડ અને દારૂના ગુનાઓ બાદ હવે સોશિયલ મીડિયા ચીટર્સ પર અંજાર પોલીસનો પ્રહાર

અંજારઃ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજાના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓ સામે સતત આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેબલ ચોરી, ઘરફોડ ચોરી અને દારૂના ગુનાઓમાં સફળ કામગીરી બાદ હવે સોશિયલ મીડિયા મારફતે લોકોને ચારગણા નફાની લાલચ આપી છેતરપિંડી કરતી ચીટર ગેંગ સામે પણ પોલીસે સફળ કાર્યવાહી કરી છે.અંજાર 
પોલીસની સતત સફળ કામગીરીને પગલે ગુનાખોર તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડી સામે પણ પોલીસે કડક વલણ અપનાવ્યાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.


..........


મુખ્ય મુદ્દા
•ફેસબુક - વોટ્‌સએપ મારફતે ગોઠવાતી હતી ઠગાઈ • રૂ. ૧.૫૦ લાખના બદલામાં રૂ. ૬ લાખ આપવાની લાલચ • બે આરોપી ઝડપાયા, બે હજુ ફરાર • રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે • સોશિયલ મીડિયા મારફતે લોકોને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ

Comments

COMMENT / REPLY FROM