આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના સાનિધ્યમાં વાંકાનેરના મહારાજા
રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ સહિતના મહાનુભાવોએ શાલ અર્પણ કરી મેળવ્યા આશીર્વાદ
ભુજ-કચ્છઉદય : શ્વેતાંબર સ્થાનકવાસી છ કોટી જૈન લિંબડી અજરામર સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીના પાવન સાનિધ્યમાં એક ભાવસભર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે વિશેષ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યસભા સાંસદ તથા વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજી સહિતના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આચાર્ય ભગવંતના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મુલાકાત દરમિયાન મહાનુભાવોએ આચાર્યને શાલ અર્પણ કરીને સન્માન વ્યક્ત કર્યું હતું. આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીએ ઉપસ્થિત સૌને ધર્મ, સંસ્કાર અને માનવકલ્યાણના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી સાથે જ સમાજમાં એકતા, સૌહાર્દ અને નૈતિકતાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ પણ આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આચાર્યના આશીર્વાદને પોતાના માટે સૌભાગ્ય ગણાવ્યા હતા. ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવથી ઓતપ્રોત બનેલા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુદેવના સાનિધ્યમાં યોજાયેલ આ મુલાકાતે આધ્યાત્મિક ઉર્જા અને સંસ્કારના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
----

Comments